• બુધવાર, 22 મે, 2024

ખાનગી હોસ્પિટલોને `સુપ્રીમ' ઠપકો

નવી દિલ્હી, તા. 11 : સરકાર પાસેથી સબસિડી પર જમીન મેળવીને ઊભી કરાતી હોસ્પિટલોની ઝાટકણી કાઢતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સબસિડીની સુવિધા મેળવી લીધા પછી આવી હોસ્પિટલો ગરીબ વર્ગના દર્દીઓ માટે અનામત પથારીનાં વચન પાળતી નથી.ન્યાયમૂર્તિ સુધાંશુ ધુલિયા અને પ્રસન્ના બી. વારાલેની ખંડપીઠે આંખોનાં દર્દોની સારવાર માટે આખા દેશમાં એકસમાન દર નક્કી કરવાનાં પગલાંને પડકારતી અરજીની સુનાવણીમાં ટિપ્પણી કરી હતી. દેશની ટોચની અદાલતે કહ્યું હતું કે, આવી તમામ ખાનગી હોસ્પિટલોને સબસિડી પર જમીન મેળવવાનો લાભ લેવો હોય છે, ત્યારે કમસેકમ 2 ટકા પથારી ગરીબ દદીઓ માટે અનામત રાખવાનું વચન આપી દે છે, પરંતુ તેવાં વચન કદી પળાતાં  નથી. હકીકતમાં એકસમાન દરના સરકારના ફેંસલાને પડકારતાં ઓલ ઈન્ડિયા ઓપ્થેલ્મોલોજિકલ સોસાયટી દ્વારા અરજી કરાઈ છે. સોસાયટી વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી અને બી. વિજયલક્ષ્મીએ કહ્યું કે, સ્પેશિયાલિસ્ટના દર એકસમાન હોઈ શકે. મહાનગરો અને અંતરિયાળ ગામડાંઓમાં એકસમાન દર રાખી શકાય. સુપ્રીમ કોર્ટે મામલામાં સરકારનો અભિપ્રાય લેવા માટે નોટિસ જારી કરીને આગામી સુનાવણી માટે 17મી એપ્રિલની તારીખ આપી છે.આખરે આપ સરકારની આવી નીતિને કેમ પડકારી શકો છો, તેવો સવાલ કરતાં સુપ્રીમે કહ્યું કે, ઉદાહરણ જુઓ તો પૂવોત્તરમાં આરોગ્ય સેવાઓના દર ઓછા છે. હવે જો નિયમ ખતમ કરો તો તેની ગરીબ લાભાર્થીઓ પર અસર થશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang