• શનિવાર, 27 જુલાઈ, 2024

ગુજરાતમાં આજથી ચૂંટણી પ્રક્રિયાનાં મંડાણ

ગાંધીનગર, તા. 11 (પ્રકાશ જહા દ્વારા) : રાજ્યની 26 લોકસભા બેઠક પર ચૂંટણી માટેનું જાહેરનામું આવતીકાલે પ્રસિદ્ધ થવાની સાથે ગુજરાતમાં લોકશાહીનાં પર્વનો સાચા અર્થમાં આરંભ થઈ જશે. કાલથી ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થશે, જે 19 એપ્રિલ સુધી જારી રહેશે. ત્યાર બાદ ફોર્મની ચકાસણી અને પાછા ખેંચવાની પ્રક્રિયા 22મી સુધી થશે. રાજ્યમાં તટસ્થ અને યોગ્ય ચૂંટણી યોજાય માટે ચૂંટણીપંચે 79 ખાસ નિરીક્ષકોની નિમણૂક કરી છે. પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ કાલથી અલગથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થશે, તેમ પંચનાં સૂત્રો જણાવે છે.  રાજ્યમાં 26 લોકસભા બેઠક પર નોંધાયેલા મતદારોની સંખ્યા 16-3-23ની સ્થિતિએ 4,96,22,161 છે. જેમાં 2,55,43,670 પુરુષ મતદારો અને 2,40,76,974 મહિલા મતદારો તેમજ 1518 ત્રીજી જાતિના મતદારો છે.  રાજ્યમાં સામાન્ય ચૂંટણી માટે 50 હજાર જેટલા મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીઓ યોજી શકાય તે માટેની તમામ તૈયારીઓ પંચ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.  રાજ્યમાં પોસ્ટલ મતદારો માટે વખતે ખાસ ત્રણ એક્સચેન્જ મેળાઓ પણ યોજાવાના છે. પ્રથમ મેળો 18મી એપ્રિલના અમદાવાદ ખાતે યોજાશે.  રાજ્યમાં 9મી એપ્રિલ સુધી મતદાર નોંધણીની કામગીરી ચાલી હતી અને તે હવે સપ્લીમેન્ટરી મતદારયાદી 19મી એપ્રિલ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. રાજ્યમાં વખતે 26 લોકસભાની બેઠક સાથે પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાવાની છે. પેટા ચૂંટણીઓ અંગે પણ અલગથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે, તેમ પંચના સૂત્રોમાંથી જાણવા મળેલું છે. ચૂંટણી માટે નિમાયેલા જનરલ ઓબ્ઝર્વરો ગુજરાતમાં આજે મોડી રાત સુધીમાં આવી પહોંચશે અને ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા સુધી તેઓ રોકાશે. રાજ્યમાં 50 ટકા કરતાં પણ ઓછું મતદાન થયું છે, તેવા મતદાન મથકો પર મતદાન વધે તે માટે પંચ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન પણ યોજવામાં આવ્યા છે.  જંગ માટે રાજકીય પક્ષોએ પણ તેની તૈયારીઓ પૂરી કરી લીધી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભાના ચાર ને વિધાનસભાના પાંચ ઉમેદવારોનાં નામની ઘોષણા શુક્રવારે સાંજ સુધીમાં કરી દેશે તેમ જાણવા મળેલું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang