• શનિવાર, 27 જુલાઈ, 2024

મહારાષ્ટ્રમાં `ઇંડિયા' સાથે લડશે

મુંબઈ, તા. 23 : લોકસભા ચૂંટણી માટે બનેલા વિપક્ષી દળોના ઈન્ડિયા ગઠબંધનમાં ધીરે ધીરે સીટ શેરિંગનો મુદ્દો ઉકેલાતો જોવા મળી રહ્યો છે. યુપીમાં સપા સાથે કોંગ્રેસની ડીલ થઈ છે. દિલ્હી, ગુજરાત, હરિયાણા, ગોવા અને ચંડીગઢમાં કોંગ્રેસે આપ સાથે સીટનો સોદો નક્કી કર્યો છે. પશ્ચિમ બંગાળમાં વાત ચાલી રહી છે. હવે મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ મહાવિકાસ અઘાડીસના સહયોગી એનસીપી શરદચંદ્ર પવાર અને શિવસેના (યુબીટી) સાથે બેઠકની વહેંચણીને અંતિમ રૂપ આપવાની કવાયત ચાલી રહી છે. સૂત્રો મુજબ મહારાષ્ટ્રની 48 બેઠકમાંથી 39 બેઠકને લઈને શિવસેના (યુબીટી), કોંગ્રેસ અને શરદ પવારની પાર્ટી વચ્ચે સહમતિ થઈ છે પણ બાકીની નવ બેઠક માટે હજી સુધી વાત બની શકી નથી. હકીકતમાં પ્રકાશ આંબેડકર પાંચ બેઠક માગી રહ્યા છે. જ્યારે મહાવિકાસ અઘાડી ગઠબંધન તેઓને ત્રણ બેઠક આપવા માગે છે. કોંગ્રેસ સુત્ર અનુસાર એનસીપી, કોંગ્રેસ અને શિવસેના ઉદ્ધવ ઠાકરે જુથમાં કોઈ મુંજવણ નથી. આંબેડકરની પાર્ટીએ 2019માં 47 બેઠક ઉપર ચૂંટણી લડી હતી. જો કે કોઈપણ બેઠક જીતી શકી નહોતી. વીબીએ 2019ની વિધાસનભા ચૂંટણીમાં 236 બેઠક ઉપર ચૂંટણી લડીને પણ ખાતુ ખોલ્યું નહોતું. સૂત્રો મુજબ મહારાષ્ટ્રમાં ઈન્ડિયા ગઠબંધનના સહયોગીઓ વચ્ચે નવ બેઠકને લઈને મતભેદ છે તેમાં મુંબઈની બે બેઠક દક્ષિણ મધ્ય અને ઉત્તર પશ્ચિમ સામેલ છે. શિવસેના (યુપીબી) અને કોંગ્રેસ બન્ને પોતાના ઉમેદવારને ટિકિટ આપવા માગે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang