• શનિવાર, 27 જુલાઈ, 2024

આજે ખેડૂતો મનાવશે `બ્લેક ડે' : ર6મીએ ટ્રેક્ટર માર્ચ

નવી દિલ્હી, તા.22 : પડતર માગો અંગે કેન્દ્ર સરકાર સાથે ચાર તબક્કાની વાતચીતમાં કોઈ ઉકેલ આવતાં ખેડૂતોએ તા.3મીએઁ શુક્રવારે દેશભરમાં `બ્લેક ડે' મનાવવાનું એલાન કર્યું છે જેનું આક્રોશ દિવસ નામકરણ કરવામાં આવ્યું છે. હિંસામાં એક ખેડૂતનું મૃત્યુ થયા બાદ દિલ્હી કૂચ બે દિવસ મોકૂફ રાખ્યા બાદ આગળ વધવા અંગે નિર્ણય શુક્રવારે લેવામાં આવનાર છે. સંયુક્ત કિસાન મોરચાએ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનું રાજીનામું માગ્યું છે. હજારો ખેડૂતો દિલ્હીને સંલગ્ન વિવિધ સરહદોએ ધામા નાખીને બેઠેલા છે. શંભુ બોર્ડરે માહોલ અત્યંત તંગ છે. દરમિયાન સંયુક્ત કિસાન મોરચાની ગુરુવારે યોજાયેલી બેઠકમાં કેટલાક નિર્ણય લેવાયા હતા જે મુજબ આવતીકાલે દેશભરમાં બ્લેક ડે મનાવી આક્રોશ વ્યક્ત કરવામાં આવશે. ખેડૂત નેતાઓએ એલાન કર્યું કે 6 ફેબ્રુઆરીએ ટ્રેક્ટર માર્ચ અને 14 માર્ચે  દિલ્હીના રામલીલા મેદાનમાં મહાપંચાયત યોજવામાં આવશે. આંદોલનમાં ખેડૂતોની તૈયારી જોતાં પોલીસે પણ બોર્ડરો પર ખેડૂતોની સામે જેસીબી અને પોકલેન મશીન ઉતાર્યાં છે. ખેડૂતોનાં પ્રદર્શનને કારણે જાલંધર-પઠાણકોટ-જમ્મુ માર્ગ પર વાહન વ્યવહાર અસરગ્રસ્ત બન્યો છે. આજે 10મા દિવસે શંભુ અને ખનૌરી બોર્ડરે સ્થિતિ સામાન્ય રહી હતી. એમએસપી સહિત વિવિધ માગો અંગે ખેડૂતોના આંદોલનને 10 દિવસ થઈ ચૂક્યા છે. સરકારની વાતચીતની ઓફર વચ્ચે ખેડૂતોએ આગામી રણનીતિ ઘડી છે. ખેડૂત નેતા સરવન સિંહ પંધેરે માગ કરી છે કે પંજાબ સરકાર કેન્દ્ર વિરુદ્ધ કલમ 30 હેઠળ હત્યાનો કેસ દાખલ કરે. સાથે ખેડૂતોનાં આંદોલન મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરે. બીકેયુ નેતા રાકેશ ટિકૈતે ખનૌરી બોર્ડરે જીવ ગુમાવનાર 1 વર્ષીય ખેડૂત શુભકરણને શહીદનો દરજ્જો તથા આર્થિક વળતર જાહેર કરવા માગ કરી છે. અકાલી દળે આરોપ લગાવ્યો છે કે પંજાબ સરકારને કારણે પહેલા સિદ્ધુ મુસેવાલા અને હવે શુભકરણનું મૃત્યુ થયું છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang