• શનિવાર, 27 જુલાઈ, 2024

માધાપરના યુવાનના ચકચારી હનીટ્રેપ કેસમાં અંજારના વકીલના આગોતરા નામંજૂર

ભુજ, તા. 6 : કચ્છ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ચકચાર પ્રસરાવનારા માધાપરના આહીર યુવકને હનીટ્રેપમાં ફસાવી મરવા મજબૂર કરવાના કેસમાં નાસતા-ભાગતા આરોપી અંજારના વકીલ આકાશ મકવાણાના આગોતરા જામીન ગુજરાત હાઇકોર્ટે નામંજૂર કર્યા છે. માધાપરના આહીર યુવક એવા દિલીપ ગાગલને હનીટ્રેપમાં ફસાવવાનો આખેઆખો પ્લાન અંજારના વકીલ આકાશ મકવાણાની ઓફિસે રચાયો હતો અને સહઆરોપીઓને પ્લાન મુજબની તેઓની ભૂમિકા પણ આકાશે જ સમજાવી હતી. આમ આ ગુનામાં તેની મુખ્ય ભૂમિકા રહી છે. નાસતા-ફરતા આકાશની વિરુદ્ધ વોરંટ પણ ઇશ્યૂ થયેલું છે. ગુજરનાર પક્ષના સ્થાનિકેના વકીલ માવજી ડી. છાંગા અને ગુજરાત હાઇકોર્ટના વકીલ કુમારની દલીલો અને રેકર્ડ પરના આધાર પુરાવા ચકાશી ગુજરાત હાઇકોર્ટે આકાશ મકવાણાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang