ભુજ, તા. 20 : શહેરમાં જેઠી સમાજના ધાર્મિક
કાર્યક્રમ દરમ્યાન જ આરોપી યુવાને મહિલાની છેડતી કર્યાનો બનાવ સામે આવતાં સમાજ મહિલાની
પડખે રહી પોલીસ ફરિયાદ નોંધાવવા અને રાજકીય અગ્રણીને રજૂઆતમાં મહિલાની પડખે રહ્યો હતો.
આ અંગે ગત તા. 18-6ના એઁ-ડિવિઝન પોલીસ મથકે મહિલાએ
નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી અક્ષય શૈલેશ જાની (રહે. ભુજ)એ ફરિયાદીના સમાજ દ્વારા ચાલતા
ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન મહારાજના દર્શન કરવાના બહાને આવી ફરિયાદી મહિલાને ખોટી રીતે
સ્પર્શ કરી છેડતી કરી હતી, પોલીસે ગુનો
નોંધી આરોપીની અટક કરી કાર્યવાહી કરી હતી. આરોપી અક્ષય અંગે જેઠી સમાજના આગેવાનોએ વિવિધ
સંગઠનો પાસે રજૂઆત કરી કરી રોષ ઠાલવ્યો હતો.