• શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025

સાયબર ઠગાઈના નાણા મુંદરાના શખ્સે પોતાના ખાતામાં મેળવ્યા

ભુજ, તા. 25: દેશના જુદા-જુદા રાજ્યોમાં થયેલી ઓનલાઈન ઠગાઈના નાણા જે-જે ખાતામાં પહોંચ્યા હતા તેવા મ્યુલ એકાઉન્ટની તપાસમાં રેલો કચ્છ સુધી આવતા છેલ્લા થોડા દિવસોથી ફરિયાદો નોંધાવાનો સિલસિલો ચાલુ થયો છે. ત્યારે મુંદરાના શખ્સે પણ આવા ઠગાઈના નાણા પોતાના ખાતામાં મેળવ્યાની ફરિયાદ નોંધાઈ છે. આજે મુંદરા પોલીસ મથકે, પશ્ચિમ કચ્છ સાયબર સેલના ટે.કો. ક્રિપાલસિંહ પ્રતાપસિંહે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી પંચાલ ખુશાલ દેશરભાઈ (રહે. બાપા સીતારામનગર, મુંદરા)એ ગત તા. 18/2/25થી 24/2/25 દરમ્યાન વિવિધ જગ્યાએ થયેલી ઓનલાઈન ઠગાઈના કુલ રૂા. 5,28,960 પોતાના ખાતામાં મેળવી ગુનો કર્યા બાબતે ફરિયાદ નોંધાવી છે.

Panchang

dd