• શુક્રવાર, 25 જુલાઈ, 2025

અંજાર કોર્ટની જનમટીપની સજામાં હાઇકોર્ટે આરોપીને જામીન આપ્યા

ગાંધીધામ, તા. 22 : અંજાર કોર્ટે પોસકોના કેસમાં આરોપીને આજીવન કારાવાસ તથા દંડ અને વળતરની  રકમ આપવાનો હુકમ કર્યો હતો. તેને હાઇકોર્ટમાં પડકારવામાં આવતાં આરોપીને જામીન આપવામાં આવ્યા છે. અંજારની કોર્ટમાં પોસકોનો કેસ ચાલી જતાં આરોપી રામજી બાવલા કોળીને આજીવન કારાવાસની સજા તથા રૂા. 25000નો દંડ અને વિકટમ કોમ્પેનસેશન હેઠળ બે લાખ આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જેને આરોપીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ફરિયાદીના મૌખિક પુરાવા ટકી શકે તેમ નથી તેવું અવલોકન હાઇકોર્ટે કરીને આરોપીની આજીવન કારાવાસની સજા રાખીને જામીન આપ્યા હતા. આ કેસમાં આરોપી પક્ષે ધારાશાત્રી ધ્રુવ એચ. ચૌધરીએ દલીલો કરી હતી.  

Panchang

dd