ગાંધીધામ, તા. 21 : પૂર્વ કચ્છના લાકડિયા તથા ખેડોઇના
શખ્સોની પાસા તળે અટકાયત કરી બંનેને જેલહવાલે કરાયા હતા. લાકડિયા ખરાવાડ વાસમાં રહેનાર
જુસબ સુલેમાન ગગડા વિરુદ્ધ લાકડિયા પોલીસ મથકે પાંચેક ગુના નોંધાયા છે તથા નાની ખેડોઇના
કુલદીપસિંહ નરપતસિંહ જાડેજા સામે અંજાર પોલીસ મથકે દારૂ, આર્મ્સ એક્ટ, મારામારીની
કલમો તળે બે ગુના નોંધાયેલા છે. રાજ્ય બહારથી અહીં દારૂ મગાવી વારંવાર ગુના આચરતા આવા
શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ બાદ એલ.સી.બી.એ આ બંને શખ્સની દરખાસ્ત તૈયાર
કરી હતી અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલને મોકલી આપી હતી, ત્યાં
દરખાસ્ત મંજૂર થતાં આ બંને શખ્સને પોલીસે પકડી પાડી વડોદરાની મધ્યસ્થ જેલહવાલે કરાયા
હતા. છેલ્લા ચાર માસમાં જિલ્લા સમાહર્તા દ્વારા 14 જેટલા અસામાજિક તત્ત્વો વિરુદ્ધ
પાસાના હુકમ જારી કરાયા છે.