• ગુરુવાર, 15 મે, 2025

પાકિસ્તાની ટેન્કોની રીલને લાઇક આપનારા નારાયણ સરોવરના યુવક સામે ગુનો

ભુજ, તા. 13 : પાકિસ્તાની આર્મીની ટ્રેનમાં જતી ટેન્કોની વીડિયો રીલને લાઇક આપનારા નારાયણ સરોવરના 21 વર્ષીય યુવક અબ્દુલ રઝાક સોઢા ઉપર રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને ગેરમાર્ગે દોરે તેવા કૃત્ય બદલ ગુનો દાખલ થયો છે. આ અંગે આજે પોલીસે જ ફરિયાદી બનીને સાયબર પોલીસ મથક બોર્ડર રેન્જ-ભુજમાં દાખલ કરાવેલી વિગતો મુજબ પહેલગામના આતંકી હુમલા બાદ ભારતના 7મીના ઓપરેશન સિંદૂરના પગલે બંને દેશ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી હતી, ત્યારે  પાકિસ્તાની સમર્થકે તેની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.માં પાકિસ્તાની ઝંડાવાળી રીલમાં ટ્રેનોમાં  પાકિસ્તાની આર્મીની ટેન્કો જતી હોવાના દૃશ્યો હતાં, જેને 8 મેના અબ્દુલે લાઇક કર્યાં હતાં, આમ તેની વિરુદ્ધ કલમો 197 (1) (એ) તળે ગુનો દાખલ કરાયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd