ભુજ, તા. 12 : શહેરના
રહીમનગર વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડાના મનદુ:ખમાં ચાર આરોપીએ યુવાન પર હુમલો કરી છરી
અને પંચ જેવા હથિયારો વડે ઇજાઓ પહોંચાડયાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ
મથકમાં ગઈકાલે ભુજના કાસમ મામદ સાંધાણી મુસ્લિમે આરોપી નવાબ સોઢા, અલીમામદ સોઢા, અમન મીઠિયો સોઢા અને જાની સોઢા વિરુદ્ધ
ગુનો નોંધાવ્યો છે. ફરિયાદીમાં જણાવ્યા મુજબ બનાવ 10 મેના રાત્રિ દરમિયાન બન્યો હતો, જેમાં આરોપીઓએ અગાઉ થયેલા ઝઘડા બાબતનું મનદુ:ખ રાખી ફરિયાદી સાથે બોલાચાલી
કરી હતી. જે બાદ ધકબૂશટ અને પંચથી માર માર્યો હતો અને છરીથી માથાના ભાગે ઈજા પહોંચાડી
હતી. સાહેદ સિકંદર પઢિયારને પણ માર માર્યો હતો અને ફરિયાદીના કારમાં તોડફોડ કરી નુકસાન
કર્યું હતું. બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.