• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ભુજ જનરલ હોસ્પિટલના એ કિસ્સામાં અંતે ફોજદારી

ભુજ, તા. 9 : ગઈકાલે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર જોડે થયેલી માથાકૂટ-મારામારીના વીડિયો વાયરલ થયા હતા આ બનાવમાં અંતે સિક્યુરીટી ઓફિસરે ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હોસ્પિટલના સિક્યુરિટી ઓફિસર સંજયસિંહ રાઠોડે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી દત્તેશ દેવકૃષ્ણ ભાવસાર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. તેઓને બીજી હોસ્પિટલમાં જવું છે તેમ કહી સારવારની ફાઈલ માગી હતી સ્ટાફે બિલ પેન્ડિંગ હોઈ તેમજ જરૂરી પ્રોસીઝર કરી જવાનું કહેતા અન્ય આરોપી અનવરે ફાઈલ લઈ લીધી હતી. આથી ફરજ પરના સિક્યુરિટી ગાર્ડસે ફાઈલ નહીં લઈ જવા સમજાવતા દત્તેશ, અનવર તથા અન્ય અજાણ્યા આરોપીએ બોલાચાલી સાથે ઝઘડો કરી બળ પ્રયોગ કર્યો હતો. અને કહેવા લાગ્યા કે આ સરકારી હોસ્પિટલ છે તેમાં શેના રૂપિયા આપવાના. હું આ હોસ્પિટલને બદનામ કરી નાખીશ અને હાથાપાઈ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang