ગાંધીધામ, તા. 20 : આદિપુરમાં કિશોરના અપહરણના પ્રકરણમાં પોલીસ દ્વારા કાર્યવાહી, તપાસ ન કરાતાં પોલીસવડાની કચેરીએ આવેદનપત્ર પાઠવાયું હતું. આદિપુરમાં રહેનારા એક કિશોરીનું કિશન ઉર્ફે મયૂર તુલસી કોળી (મકવાણા) નામના શખ્સે બદકામના ઈરાદે તથા લગ્ન કરવાની લાલચ આપી તેનું અપહરણ કરીને નાસી ગયો હતો, જે અંગે ગત તા. 7/4ના આદિપુર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. આ પ્રકરણમાં આરોપીના મોબાઈલ નંબર સહિતની માહિતી આપવામાં આવી હોવા છતાં આવા ડિજિટલ યુગમાં પણ પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી. આ પ્રકરણમાં ત્વરિત પગલાં લેવા પોલીસવડાની કચેરીએ ચારણ (ચારણિયા) પંચાયત આદિપુર, અખિલ ચારણ જનરલ સમાજ તથા આઈશ્રી વરુડી મા મહિલા સેવા મંડળે લેખિત રજૂઆત કરી ત્વરિત પગલાં ન લેવાય, તો આગળની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.