• બુધવાર, 22 મે, 2024

ગાંધીધામમાં જુગાર ખેલતા પાંચ ખેલીની અટક

ગાંધીધામ, તા. 11 : શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ઝૂંપડા વિસ્તારમાં જાહેરમાં પત્તા ટીંચતા પાંચ શખ્સને પોલીસે ઝડપી પાડી રોકડ રૂા. 10,650 જપ્ત કર્યા હતા. શહેરમાં ચીરઇ સોલ્ટ પાછળ ગુ.હા. બોર્ડ ઝૂંપડા ખેંગાર પારેગીનાં મકાન નજીક શેરીમાં આજે ઢળતી બપોરે અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા, ત્યારે અચાનક પોલીસ આવી હતી અને જગદીશ ચોકીન નટ, રાજુ નોધા પરમાર, ખોડા નાથા સોલંકી, જેઠા પાલા ચૌહાણ, બાબુ પ્રેમજી વાઘેલા નામના શખ્સોને પકડી પાડયા હતા. લીમડાના ઝાડ નીચે નસીબ અજમાવતા અને પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે રોકડ રૂા. 10,650 હસ્તગત કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang