• બુધવાર, 22 મે, 2024

કાર-બાઇકના અકસ્માતમાં બિદડાનો યુવાન ઘાયલ

ભુજ, તા. 11 : ગઇકાલે મોટી ખાખરથી મોટા કાંડાગરાના માર્ગે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બિદડાના બાઇકચાલક યુવાનને અસ્થિભંગ સહિતની ઇજા પહોંચી હતી. મૂળ દરશડી હાલે બિદડા રહેતા નરેશભાઇ ભીમશીભાઇ મહેશ્વરી પોતાની બાઇક નં. જી.જે. 12-બી.એલ. 7614 લઇને સવારે અદાણી પાવર કંપનીમાં નોકરીએ જવા નીકળ્યો હતો. મોટી ખાખરથી મોટા કાંડાગરા વચ્ચે કેનાલ પાસે કાર નં. એમ.એચ. 46-.યુ. 4712વાળાના ચાલકે ગાડી પુરપાટ ચલાવી બાઇકને ઓવરટેક કરી કોઇ પણ કારણ વિના અચાનક બ્રેક મારતાં બાઇક કાર પાછળ અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નરેશભાઇને પગમાં અસ્થિભંગ તથા શરીરે સામાન્ય ઇજા થતાં કારચાલક વિરુદ્ધ મુંદરા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang