• શુક્રવાર, 12 એપ્રિલ, 2024

મહાવ્યથાના કેસમાં પાનધ્રોના પાંચ આરોપીને છ મહિનાની કેદની સજા

ભુજ, તા. 23 : મહાવ્યથા તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં આરોપીઓ જયેશદાન ગેનદાન ગઢવી, જોરાવરદાન રગદાન ગઢવી, સિદ્ધરાજ જયેશદાન ગઢવી, ચાલકદાન રગદાન ગઢવી અને શ્રવણદાન જોવારદાન ગઢવીને દયાપરની કોર્ટે માસની કેદની સજા અને રૂા. 1000 દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો. આરોપીઓએ ફરિયાદી ચેતનદાન શંકરદાન ગઢવીને ઘર પાસેથી ગાયો ચરાવવાનું નહીં તેમ કહી માર મારવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં કોર્ટે મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ આરોપીઓને સજા ફરમાવતો હુકમ કર્યો હતો. કેસમાં સરકાર તરફે ધારાશાત્રી નિમેશકુમાર જે. પૂજારાએ હાજર રહી દલીલ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang