• શુક્રવાર, 12 એપ્રિલ, 2024

ગાંધીધામમાં રેલવેમાં તાલીમ લેતા યુવાન ઉપર હુમલો

ગાંધીધામ, તા. 23 : શહેરના રેલવે મથક નજીક રેલવમા તાલીમ લેવા આવેલા યુવાનને આરામ કરવા મુદ્દે ચાર શખ્સોએ માર માર્યો હતો. શહેરની રેલવે કોલોનીમાં રહેનાર મૂળ રાજસ્થાનના ફરિયાદી એવા મહેન્દ્રકુમાર રાજારામ મીણા એપ્રેન્ટિસની તાલીમ લેવા રેલવેમા જાન્યુઆરી મહિનામાં જોડાયા છે. ગઈકાલે સવારે વીજ વિભાગ ગયા બાદ ફરિયાદી તથા અન્યો ડીઝલ રોડ બાજુ ગયા હતા. જ્યાં ખલાસીઓ સાથે વાયરનું ખોદકામ કરવા જણાવાયું હતું. કામ બાદ ફરિયાદી થાકી જતાં આરામ કરવા બેસી રહ્યો હતો ત્યારે રણધીર અને મહેન્દ્ર આવી આરામ કરવા કહી ગાળાગાળી કરી હતી અને બાદમાં યુવાનને માર માર્યો હતો. તેવામાં ફરિયાદી મોબાઈલ કાઢીને શૂટિંગ કરવા જતાં પાછળથી કલમસિંઘ અને પ્રદ્યુમન આવી તેમણે પણ ફરિયાદીને માર માર્યો હતો અને અંગે રજૂઆત કરીશ તો પરીક્ષામાં જોઈ લેવાની તથા પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રેલવે પોલીસે અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang