• ગુરુવાર, 25 જુલાઈ, 2024

અવસાન નોંધ

ભુજ : ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ ગં.સ્વ. પ્રવીણાબેન હરસુખરાય પંડયા (ઉ.વ. 80) તે સ્વ. હરસુખરાય રેવાશંકર પંડયાના પત્ની, સ્વ. વિદ્યાગૌરી જયંતીલાલ જોષીના પુત્રી, અમર (ગેટકો-અંજાર), દીપક (કચ્છ નવનિર્માણ અભિયાન), પ્રશન્ન (હરિૐ ઇલેક્ટ્રિકલ), શ્રદ્ધા ઉદયભાઇ મણિયાર (જામનગર), સ્વ. ગીતા અતુલભાઇ મહેતા (ભુજ)ના માતા, કિરણબેન, જ્યોતિબેન, હિનાબેનના સાસુ, ડો. માનસી વિશ્વમ તન્ના, રિદ્ધિ, દિયા, ઇશા, જાનકીના દાદી, ધરા, હેતલ ધ્રુવ શેઠ, જીનલ હર્ષ વોરાના નાની તા. 4-12-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-12-2023ના બુધવારે સાંજે 4થી 5 હાટકેશ કોમ્પ્લેક્સ, છઠ્ઠીબારી, ભુજ ખાતે.

માંડવી : તુર્ક ફાતમાબાઇ રમઝાન (ઉ.વ. 74) તે મામદહુશેન તથા સુલેમાનના માતા, અબ્દુલસતાર આમદના ભાભી તા. 4-12-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-12-2023ના બુધવારે સવારે 11થી 12 મેમણ જમાતખાના, મચ્છીપીઠ, માંડવી ખાતે.

નખત્રાણા : પાલીવાડ જોષી શીતલબેન (ઉ.વ. 39) તે ધીરજબેન કાંતિલાલ જોષીના પુત્રી, ફાલ્ગુન, પૂર્વીના બહેન, ધ્વનિબેનના નણંદ, હિતેન્દ્રભાઇ મુરલીધર જોષીના સાળી, સ્વ. રસિકલાલ, સ્વ. ચુનિલાલ, પ્રભાશંકર, પ્રદીપકુમારના ભત્રીજી, જયોમના ફઇ, ઝલક હરિઅક્ષના માસી, વસંતબેન, નિર્મળાબેન, શંકરભાઇ, તજેશભાઇના ભાણેજી તા. 4-12-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 6-12- 2023ના બુધવારે સાંજે 4થી 5 સમસ્ત બ્રાહ્મસમાજવાડી, વિરાણી રોડ, નખત્રાણા ખાતે.

ભચાઉ : સુધાબેન કાંતિલાલભાઈ મણિલાલભાઈ મહેતા (ઉ.વ. 82) તે મહેતા કાંતિલાલભાઈ મણિલાલભાઈના પત્ની, સંઘવી તારાચંદભાઈ ચાંપશીભાઈ (સાંતલપુર હાલે અમદાવાદ)ના પુત્રી, જયેશ, મનોજ, વિપુલ અને નીતાબહેન અતુલભાઇ પટવાના માતા, ભારતી, નિર્મલા, પારુલ અને અતુલભાઇ પટવાના સાસુ, સ્વ. ચમનલાલ, સ્વ. કીર્તિભાઇ, સ્વ. વિજયાબેન, ભગ્યવંતીબેનના ભાભી, અરૂણાબેન અને જયાબેનના જેઠાણી, ચિંતન, વિશ્વા, ધૈર્ય, કેતુ, હિત, મનના દાદી, રિયા અને નીરવકુમાર સંઘવીના દાદીસાસુ, સ્વ. હિતેશ, સ્વ. જગદીપ, ભાવિન, પ્રિતેશ, સોનલ, કૃપા, મોસમી, મૌલિકા અને પ્રિયાના મોટામા, સ્વ. ભાવના, પ્રીતિ, હિના અને પલકના મોટાસાસુ તા. 4-12-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-12-2023ના બુધવારે સવારે 10થી 11.30 વિવિધલક્ષી હોલ, વર્ધમાનનગર સોસાયટી, ભચાઉ ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ ભુજના મારૂ કંસારા સોની અમરશી વાઘજી બારમેડા (ઉ.વ. 84) મૂળ રેહા (મુંબઇ-મુલુંડ) તે સ્વ. વાઘજી રવજી બારમેડાના પુત્ર, સ્વ. ચંદ્રિકાબેનના પતિ, સ્વ. પોપટલાલ પદમશી પોમલના જમાઇ, હેતલ, મિલન, રિતેષના પિતા, સ્વ. હરિલાલ, પ્રભુલાલ, રતિલાલ (મુલુંડ), ગં.સ્વ. હિરૂબેન હરિલાલ સાકરિયા (બળદિયા)ના ભાઇ, સ્વ. પુષ્પાબેનના દિયર, નર્મદાબેન, આશાબેનના જેઠ, ગં.સ્વ. કુસુમબેન, ધીરજલાલ, સ્વ. મંગળાબેન, સ્વ. શશિકાંત, ગં.સ્વ. ઇન્દિરાબેન, ગં.સ્વ. હંસાબેનના બનેવી, હરીશભાઇ, હસમુખભાઇ, પ્રજ્ઞેશભાઇ, પ્રીતિબેન, જ્યોતિ, શ્યામ, તુલસીના કાકા, મહેશભાઇ, કમલેશભાઇ (બળદિયા)ના મામા, હિના તથા ઉમેદકુમાર રસિકલાલ સોની (વિથોણ)ના સસરા, ગીતના દાદા, શ્રુતિ વિરાના નાના તા. 3-12-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું ઉઠમણું તા. 6-12-2023ના બુધવારે સાંજે 4થી 5 ઇન્દ્રવિલા સોસાયટી, મકાન નં. એ/38, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, નવાવાસ, માધાપર ખાતે.

ભારાસર (તા. ભુજ) : માવજી લાલજી વરસાણી (ઉ.વ. 70) તે સ્વ. વાલબાઇ લાલજીના પુત્ર, વેલબાઇના પતિ, પ્રીતિના પિતા, સુરેશના સસરા, નિરવી, હર્ષીના નાના, ધનજીભાઇ, સ્વ. પ્રેમજીભાઇ, વાઘજીભાઇ, હીરાલાલભાઇ, જાદવજીભાઇ, હરજીભાઇ, રામબાઇ, પ્રેમબાઇ, સતીબાઇના ભાઇ, કુંરજી પરબત ગોરસિયાના જમાઇ તા. 4-12-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 6-12-2023ના બુધવારે સવારે 7.30થી 8.30 ભાઇઓ માટે સ્વામિનારાયણ મંદિર, બહેનો માટે નિવાસસ્થાન ભારાસર ખાતે.

ગંઢેર (તા. ભુજ) : કકલ કાસમ ઇબ્રાહીમ (ઉ.વ. 51) તે હાસમ, યાકુબ, ઐયુબ, ઉમર, અબ્દુલના પિતા, ઇશાક, ફકીરમામદ, કેવર કાસમ ભચુ (માજી નગરસેવક ભુજ ન.પા.)ના બનેવી તા. 4-12-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 6-12-2023ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાને ગંઢેર ખાતે.

રામપર-વેકરા (તા. માંડવી) : સમા ભચીબાઇ ફકીરમામદ (ઉ.વ. 75) તે મામદના માતા, મ. ચવાણ ઇસ્માઇલ ઇશા (રામપર-વેકરા)ના બહેન, નોતિયાર નૂરમામદ ઇબ્રાહીમ (ભારાસર), મ. ચવાણ આમદ બાવલા (બિદડા)ના સાસુ, સમા અલીમામદ ઇબ્રાહીમ (બેટા)ના ભાભી, સમેજા અબ્દુલ ગની, હાસમ, હુશેન, લતીબ, ઇસ્માઇલ, મામદ, ઇલિયાસ, તાલબ (સર્વે નાના આસંબિયા)ના મામી, ચવાણ સિધિક, નૂરમામદ, રજાક (રામપર-વેકરા)ના ફઇ તા. 4-12-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-12-2023ના બુધવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને રામપર-વેકરા ખાતે.

આણંદસર (તા. નખત્રાણા) : ડાયીબેન રતનશી ભગત (ઉ.વ. 70) તે તુલસીભાઇ, લીલાધરના માતા, સ્વ. લધા માવજી ભગતના પુત્રવધૂ, ધનસુખભાઇ, રવિલાલ, નારણભાઇના ભાભી તા. 4-12-2023ના હતિવલે રાજાપુર (એમ.એસ.) ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 6-12-2023ના   બુધવારે સવારે 8થી 11 રાજા માવજી ભગતના નિવાસસ્થાન આણંદસર (નવાવાસ) ખાતે.

મોથાળા (તા. અબડાસા) : ક.વી.ઓ. જૈન ગોરબાઇ વાલજી સાવલા (ઉ.વ. 93) તે સ્વ. વાલજી પાસુના પત્ની, સ્વ. ખેતબાઇ પાસુ વરસંગના પુત્રવધૂ, સ્વ. અરવિંદ, તારાચંદ, ખારુઆના વિજયા દેવજી, મંજુલા હસમુખ, કોટડાના શાન્તા શામજી, સાકર લક્ષ્મીચંદ, સ્વ. તરુલતા હરખચંદ, સરોજ, કાવ્યગુણાશ્રીજી મ.સા.ના સંસાર પક્ષે માતા, મધુબેન, અંજનાના સાસુ, સ્વ. મુલબાઇ દાઇઆના પુત્રી, ખારુઆના વેલબાઇ ખીમજી, જેતબાઇ પ્રેમજી (ઝવેરબેન), દેવપુરના જેઠીબાઇ ખીમજી, નાનજીના બહેન, વાલબાઇના નણંદ, સ્વ. શામજી ખેતશીના ભત્રીજી, સ્વ. કોરશી, સ્વ. કેશવજી, સ્વ. ખેરાજ પાસુના ભાઇના પત્ની, લક્ષ્મીબેન વીરજી (કોટડા)ના ભોજાઇ, ધવલ, સ્નેહા, પરિતા, વિરતીના દાદી તા. 3-12-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-12-2023ના બપોરે 3થી 4 જૈન મહાજનવાડી, મોથાળા ખાતે.

વાયોર (તા. અબડાસા) : ઓલુભા લાધુભા જાડેજા (ઉ.વ. 64) તે સ્વ. કમરાજજી લાધુભાના મોટા ભાઇ, પ્રતાપસિંહ કમરાજજીના મોટાબાપુ, સ્વ. માધુભા આશારિયાજી, ભાઇજી આશારિયાજીના ભાણેજ, સ્વ. વંકાજી, સ્વ. કેણજી (વાગાપદ્ધર)ના ફુઇયાઇ ભાઇ, અખેરાજજી, મંગલસિંહ, રતનજી, માનસંગજી, સ્વરાજસિંહ, અજુભા (જુણાચા)ના મોટા ભાઇ તા. 3-12-2023ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન વાયોર ખાતે.

રાજકોટ : મસ્કત નિવાસી સ્થાનકવાસી જૈન નિલાબેન અરવિંદભાઇ પારેખ (ઉ.વ. 69) તે અરવિંદભાઇ મહાસુખભાઈ પારેખના પત્ની, હરેશભાઇના ભાભી, વિરલ, હેમાંગના માતા તા. 3-12-2023ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 7-12-2023ના ગુરુવારે સાંજે 4થી 5 હરિહર સોસાયટી-3, હરિહર કોમ્યુનિટી હોલ, રાજકોટ ખાતે.

વડોદરા : ભુજના વડનગરા નાગર સરલાબેન (ઉ.વ. 82) તે જયકિશોરભાઇ સવાઇલાલ રાણાના પત્ની, સ્વ. રમણીકલાલ ધોળકિયાના પુત્રી, હેમેન તથા ઉષ્માના માતા, સમીક્ષા તથા મેહુલ માંકડના સાસુ તા. 3-12-2023ના વડોદરા ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-12-2023ના સાંજે 5.30થી 6.30 નૂતન ભારત ક્લબ, અલકાપુરી, વડોદરા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang