• રવિવાર, 16 જૂન, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ માંડવીના કચ્છી બ્રહ્મક્ષત્રિય યોગેન જયંત ખત્રી (ઘેલા) (નિવૃત્ત તસવીરકાર, કચ્છમિત્ર) (.. 65) તે સ્વ. ડો. જયંત ખત્રી, સ્વ. ઝવેરબેનના પુત્ર, કલ્પનાબેનના પતિ, ધ્રુમિલ, મીરા મિલિન્દ છાટબારના પિતા, ગં.સ્વ. લીલાવંતીબેન હીરજી સોનેજી, સ્વ. રમેશભાઈ, જિતેન્દ્રભાઈ, કીર્તિભાઈ, પંકજભાઈના નાના ભાઈ, .સ્વ. કસ્તૂરબેન હીરજી મચ્છરના જમાઈ તા. 14-5-2024ના અવસાન પામ્યા છે. તેમની સ્મશાનયાત્રા તા. 15-5-2024ના બુધવારે સવારે 10 વાગ્યે તેમના નિવાસસ્થાન 971, કૈલાસનગરથી ખારીનદી સ્મશાનગૃહે જશે.

ભુજ : મારૂ કંસારા સોની બબુબેન તુલસીદાસ બગ્ગા (.. 87) તે સ્વ. તુલસીદાસ લાલજી ઢોરીવાળાના પત્ની, સ્વ. કેશરબેન લાલજી ડોશાના પુત્રવધૂ, સ્વ. ગંગારામભાઇ અને સ્વ. કાન્તાબેન (અંજાર)ના ભાભી, ધનગૌરીબેન ગંગારામના જેઠાણી, સ્વ. મણિબેન હરિરામ ભધુભાઇ પોમલના પુત્રી, હસમુખ, પ્રાણલાલ, પ્રવીણા, કલાવંતી, ભગવતી, ચેતનાના માતા, હિનાબેન, ભાવનાબેન, વિજયભાઇ, વિનોદભાઇ, જિતેનભાઇ, પરેશભાઇના સાસુ, વૈશાલી, સમીરભાઇ, મુસ્કાનના દાદીસાસુ, સ્વ. કેયૂર, ક્રિષ્ના, સંકેત, વિશાલના દાદી, ગિરિધર અને હિતેષના મોટા બા, જ્યોતિબેન, દીનાબેનના મોટા સાસુ, સિદ્ધાર્થ અને ચિંતનના મોટા દાદી, વિશનજીભાઇ, સ્વ. વિનોદભાઇ, પ્રભાબેન, વનિતાબેન, સરસ્વતીબેનના મોટા બહેન તા. 13-5-2024ના અવસાન પામ્યા છે. દેહદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા તા. 16-5-2024ના સાંજે 5થી 6 આર્યસમાજ ભવન, લાલ ટેકરી ખાતે, માવિત્ર પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખી છે.

ભુજ : મૂળ રતાડિયા ગણેશવાલા હાલે મુલુંડ કાનજીભાઇ પ્રેમજીભાઇ મોતા (રાજગોર) (.. 92) તે સ્વ. મીઠાબાઇ પ્રેમજી રામજી મોતાના પુત્ર, સ્વ. ગોદાવરીબેનના પતિ, વિમળાબેન, તારાબેન, ભારતીબેન, વર્ષાબેનના પિતા, સ્વ. અશોકભાઇ, હરેશભાઇ, વિજયભાઇ, હેમંતભાઇના સસરા, સ્વ. મણિબેન, સ્વ. ભાણજીભાઇ, સ્વ. સામજીભાઇ, સ્વ. ખીમજીભાઇના મોટા ભાઇ, મગનભાઇ, વનિતાબેન, રાજેશભાઇ, પુષ્પાબેન, ગીતાબેન, દિનેશભાઇ, કમલેશભાઇના મોટાબાપા, સ્વ. સાકરબેન, ગં.સ્વ. પ્રભાબેન, ગં.સ્વ. જયાબેનના જેઠ, સ્વ. મુરીબેન મીઠુભાઇ રાઘવજી પેથાણી (સમાઘોઘા)ના જમાઇ, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. રણછોડભાઇ, સ્વ. રમણીકલાલ, સ્વ. શંકરલાલ, નાનજીભાઇના બનેવી તા. 14-5-2024ના મુલુંડ (મુંબઇ) ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-5-2024ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 રાજગોર સમાજવાડી, ડાંડા બજાર, ભુજ ખાતે.

ભુજ : પ્રિયંવદા ઝવેરી (.. 88) તે સ્વ. ભોગીલાલ પોપટલાલ ઝવેરીના પત્ની, સ્વ. સુશીલાબેન નટવરભાઈ શાહના પુત્રી, સ્વ. ઉર્મિલાબેન ખુશાલભાઇ ઝવેરી, સ્વ. જયાબેન અશોકભાઇ શાહના ભાભી, સ્વ. દીપિકાબેન વસતંભાઇ વોરાના મોટા બહેન, મીતા, કુંતલ, મતીષ, સ્વ. દીપેશના માતા, જયકુમાર દોશી, નીલેશ શેઠ, ક્રેની ઝવેરીના સાસુ, જ્યોતિબેન, અશોકભાઇના કાકી, નીકિતા, નિધિ, રોહન, અંકિતા, અંકિતના નાની, અવશીલ માલદે, મીત ઝોટા, પ્રિયંકા મોદીના નાની, ધ્રીતિના દાદી તા. 14-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-5-2024ના બુધવારે સાંજે 5થી 6 જૈન ગુર્જરવાડી (જૈન વંડો) ખાતે.

ભુજ : ભટ્ટી હંસાબેન (વાળંદ) (રવાપરવાળા) (.. 46) તે અમૃતભાઇના પત્ની, રિયા, નાયરાના માતા, નવ્યાના મોટીમા, ભારતીબેન રામજીભાઇના પુત્રવધૂ, ઇશિતા દિનેશ (અંકલેશ્વર), જયશ્રીબેન કરસન રાઠોડ (માધાપર), વનિતાબેન કીર્તિ ચૌહાણ (મિરજાપર)ના ભાભી, ગં.સ્વ. શાન્તાબેન ગુલાબભાઇ પરમાર (બારડોલી)ના પુત્રી, કિરીટ, વીણાના મોટા બહેન, વિશમના માસી, સ્વ. પાર્વતીબેન લવજીભાઇ, ગં.સ્વ. સવિતાબેન શિવજીભાઇ (માધાપર), ભગવતીબેન હરિલાલ (ખોંભડી), લક્ષ્મીબેન મોહનલાલ (માનકૂવા), સ્વ. વાલજી કાકુ, સ્વ. શંભુલાલ કાકુ (વાલ્કા), સ્વ. રવિલાલ, હસમુખ, રમેશ, દયારામ, જેન્તી, અમિતના ભત્રીજાવહુ, ઉર્મિલા, મુકેશ, મહેશ, મૈયા, તુષાર, ચેતના, મનોજ, સ્વ. નરેન્દ્ર, દક્ષા, પરેશ, હિંમતના ભાભી તા. 14-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 16-5-2024ના ગુરુવારે બપોરે 3થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, વી.ડી. હાઇસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : સમા હનીફ હાજીનૂરમામદ ઉમર (.. 26) તે . હાજી કાસમ ઉમર, હાજી ઓસમાણ ઉમર, હાજી મામદ્રહિમ ઉમરના ભત્રીજા, . જુસબ બાંભણિયા, અબ્દરેમાન બાંભણિયા, ગફુર બાંભણિયા, .વાહેદ બાંભણિયાના ભાણેજ, ઇસ્માઇલ નૂરમામદ, જબ્બાર નૂરમામદ, ઇશાક નૂરમામદ, રજાક નૂરમામદ, . બિલાલ નૂરમામદના ભાઈ તા. 14-5-2024ના અવસાન પામ્યા છે. અસર નમાજ બાદ તેમની જનાજા નમાજ સરપટ નાકા બહાર, શાંતિ નગર, સમાવાસ ખાતે.

આદિપુર : હીરાભાઇ માલાભાઇ ભાટિયા (.. 82) તે સ્વ. અમરીબેનના પતિ, બાબુભાઇ (એમ..એસ.-ભુજ), કાંતિભાઇ, દેવજીભાઇ (.એસ.આઇ. પૂર્વ કચ્છ), મનુભાઇ (પેઇન્ટર), ખુમાણભાઇ, ગંગાબેન, લક્ષ્મીબેન, પ્રેમિલાબેન, ખીમીબેનના પિતા, યોગેશ, શિવમ, મુકેશ, નીલેશ, વિજય, મહેન્દ્ર, નિખિલ, (સ્વ. મહેશ), ધીરજ, રેખા, પારૂ, લતા, વનિતા, જિજ્ઞા, પાર્વતી, રુક્ષ્મણી, મનીષા, આશા, ભાવનાના દાદા, સ્વ. ખોડીદાસ નથુભાઇ હિરાણી, હમીરભાઇ ગોવિંદભાઇ ખીમસુર, નારાણભાઇ વિશાભાઇ સેતણિયા, કમલેશભાઇ કિશનભાઇ ધરળાના સસરા, સ્વ. કાનજીભાઇ, મોહનભાઇ, ભીમજીભાઇના કાકા, પૂંજાભાઇ, રમેશભાઇ, મનોજભાઇ, મિતભાઇ, રવિભાઇ, જ્યોતિબેન, નર્મદાબેન, પૂનમબેન, દેવીબેન, ઇશાવનના દાદાસસરા, કુંવરબેન, રત્નાબેન, હિરીબેનના બનેવી તા. 13-5-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 24-5-2024ના તથા ઘડાઢોળ તા. 25-5-2024ના નિવાસસ્થાન પ્લોટ?નંબર 211, વોર્ડ 1-, આદિપુર ખાતે.

અંજાર : કલ્પાબેન ઉષિતભાઇ ઠક્કર (પાદરાઇ) (.. 48) તે ઉષિતભાઇ રમણીકલાલ ઠક્કરના પત્ની, રમણીકલાલ ઠક્કરના પુત્રવધૂ, દિલીપભાઇ વી. કારિયા (જામનગર)ના પુત્રી તા. 13-5-2024ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 15-5-2024ના બુધવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન પ્લોટ?નં. 58, ગુરુકુળ સોસાયટી-2, યાદવનગર, નવા અંજારથી અંજાર લોહાણા સ્મશાનગૃહ તરફ?પ્રયાણ કરશે.

માંડવી : મૂળ નાના લાયજાના ગઢવી શિવરાજ ડાયાભાઇ (.. 70) તે સ્વ. ડાયા વરજાંગના પુત્ર, વાનરિયા અભા ભારમલ (ભાડા)ના જમાઇ, મેઘબાઇબેનના પતિ, સ્વ. દેવાંધ ડાયા, પચાણ ડાયાના મોટા ભાઇ, મેઘરાજ, ધનરાજ, પરેશ, વિમળા નાગાજણ કેશરિયાના પિતા, જગદીશ દેવાંધના મોટાબાપા તા. 13-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 14, 15 અને 16-5 સુધી. પાણી ઉત્તરક્રિયા તા. 23-5-2024ના ગુરુવારે નિવાસસ્થાન બ્રહ્મપુરી, નવા નાકા રોડ, માંડવી ખાતે.

ધમડકા (તા. અંજાર) : ખત્રી હાજી ઉમર હાજી કાસમ (ઉર્ફે બુઢા) (.. 80) તે . બુઢા જુમ્માના પુત્ર, મોહમ્મદ હુશેન, બિલકિશબાઈ, રેહાનાબાઈના પિતા, . હાજી દાઉદ હાજી કાસમ, . હાજી સાલેમોહંમદ કાસમ, હાજી ઈદરીશ બુઢા, હાજી ગફુર બુઢા, . હાજી . રહેમાન બુઢા, . અમીનાબાઈ સુમાર (અજરખપુર), . રૂકિયાબાઈ ઈલિયાસ (પટેલ-અંજાર), . મરિયમબેન દાઉદ (ધમડકા)ના ભાઈ તા. 13-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-5-2024ના શુક્રવારે સાંજે 4.30થી 5.15 ધમડકા મસ્જિદ ખાતે.

રામપર-વેકરા (તા. માંડવી) : હાલે કલોલ પ્રેમજી કરસન હીરાણી (.. 78) તે ગં.સ્વ. કેસરબાઇના પતિ, હરજીભાઇ, ગં.સ્વ. વાલબાઇ, લાલબાઇ, લક્ષ્મીબેનના ભાઇ, રાધાબેનના જેઠ, રમેશ, દિનેશ, પુષ્પાબેનના પિતા, દેવીલાબેન, રમીલાબેન, વાલજીભાઇના સસરા, જયેશ, અનિલા, નયનાના મોટાબાપા, ધનબાઇના મોટા સસરા, દીપ, ચેતન, ભાવેશ, પૂજા, દીપુ, અવનીના દાદા, મયંક, મિશા, ડિમ્પલના મોટા દાદા, મુકેશ, ધીરજ, ભરતના નાના તા. 13-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16-5-2024ના ગુરુવારે સવારે 7થી 8 ભાઇઓનું વેકરા લેવા પટેલ સમાજવાડી તથા બહેનોનું સ્વામિનારાયણ મંદિર બાઇઓનું, વેકરા ખાતે.

ગુંદિયાળી (તા. માંડવી) : હાલે મુંબઇ ગોસ્વામી મહેશગિરિ લક્ષ્મણગિરિ (.. 56) તે સ્વ. ગોસ્વામી ગોદાવરીબેન લક્ષ્મણગિરિ, ગં.સ્વ. ગીતાબેનના પુત્ર, સ્વ. શંકરગિરિ (મુંબઇ), શંભુગિરિ (મુંબઇ), કેશવગિરિ (મુંબઇ)ના ભત્રીજા, હરેશગિરિ, વિનોદગિરિ, સરલાબેન, શીતલબેનના ભાઇ, સીમાબેનના દિયર, લતાબેનના જેઠ, અનિકેતગિરિ, જિગરગિરિના કાકા, હર્ષિતાના મોટાબાપા, રમેશપુરી (અમદાવાદ), જયેશપુરી (મુંબઇ)ના સાળા, રાઉલ, સનેહા, સંસ્કૃતિના મામા, મોંઘીબેન માનગર (માંડવી)ના દોહિત્ર, સ્વ. બાલગર, પ્રકાશગર, સ્વ. તુલસીગર, જયાબેન, મધુબેનના ભાણેજ તા. 13-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-5-2024ના ગુરુવારે સવારે 10થી સાંજે 5 સુધી બ્રહ્મપુરી, એઇમ્સ હોસ્પિટલ સામે, નવા નાકા પાસે, બાલગર માનગરના નિવાસસ્થાને, માંડવી ખાતે.

દુર્ગાપુર-નવાવાસ (તા. માંડવી) : જયાબેન વિજય પાતાળિયા (.. 45) તે સ્વ. તેજબાઈ નારાણ કેશા પાતાળિયાના પુત્રવધૂ, વિજય પાતાળિયાના પત્ની, નવીન વિશ્રામ પાતાળિયાના નાના ભાઈના પત્ની, દિનેશ, દમયંતી, શાંતાબેનના ભાભી, રમેશ આત્મારામ કોચરા (માંડવી), જગદીશ મંગલ ડુંગરખિયા (કાઠડા)ના સાળાના પત્ની, ભાવનાબેનના દેરાણી, નિર્મલાબેનના જેઠાણી, ચેતન, ખુશીના કાકી, પ્રિયા, કૃતિક, વરુણના માતા, આદિ, પ્રાચી, ધાનીના મોટીમા, ભચીબાઇ લક્ષ્મણ વાલજી પિંગોલ (સલાયા)ના પુત્રી, રમેશ, મુકેશ, હંસાબેન, કાંતાબેનના મોટા બહેન, અશ્વિન, જિયા, સાગર, ધ્રુવી, જાનવીના મામી તા. 13-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે.

વોવાર (તા. મુંદરા) : ગઢવી કાનાભાઇ ડોસાભાઇ સુમણિયા (.. 85) તે સ્વ. ખીમાભાઇ, સ્વ. ગોપાલભાઇ, સ્વ. નાગડાભાઇના નાના ભાઇ, નાગશ્રીબેનના પતિ, લાછબાઇ, રાજબાઇ, રાણબાઇ, ખોડુભાઇ, ગોવિંદના પિતા, સ્વ. સવરાજ આલાભાઇ ધાંધુકિયાના જમાઇ તા. 14-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી ઓતરાદી વાડી ખાતે તથા ઘડાઢોળ (પાણીવાર) તા. 24-5-2024ના.

દેવસર (તા. નખત્રાણા) : ભોપી લખમાબેન મેગા (.. 62) તે મેગા ખેગારના પત્ની, મેઠા જેસંગ, બબા જેસંગ ફાચરિયાના બહેન, લાછુબેન (મોરગર), રામા, હમીરના માતા, પાલીબેન?(બાલાચોડ), લાખુબેન (નાના નખત્રાણા), બુધા, વંકા, કાયા, પેના, લાખા, મંગલ, શંકુ, નથુના ભાભી, વલુબેન (મોરગર), ભમુબેન (વડવા ભોપા), લખુબેન, ઉલટ, કરમશી, વેજા, નારણ, ખેતા, વેલા, નથુ, મમુ, આશિષ, વેલા, મંગલ, રાજાના કાકી, છનુ, પાયલ, લખન, જિનલ, શિવના દાદી તા. 14-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન દેવસર ખાતે.

દેવપર (યક્ષ) : મૂળ બિટ્ટાના રાજેશભાઇ ભાણજીભાઇ?ચૌહાણ?(વાળંદ) (.. 35) તે વાલાબાઇ ભાણજીભાઇના પુત્ર, ગીતાબેનના પતિ, માહી, ઇશિતાના પિતા, સ્વ. રામજી નારણ, સ્વ. પાર્વતીબેન, સ્વ. પ્રધાન નારણ, સ્વ. જેઠા નારણ, સ્વ. રવજી નારણના પૌત્ર, સ્વ. મંગલભાઇ?(સામત્રા), સ્વ. ભીમજી (તેરા), હરેશભાઇ?(દેશલપર), લીલાબેન, રતનબેન, ભાવેશ ભીખાભાઇ રાણવા (માધાપર), જેતેન્દ્ર છગનભાઇ?રાણવા (દેવપર), સાલ લક્ષ્મી, કમળા, ઝવેર, મંજુલા, ધનીબેનના ભત્રીજા, સ્વ. સુરેશ, શંભુલાલ, નવીન, જીતુ, ભીખાલાલ, મોહન, તેજસ, દક્ષા, રાધા, રસિલા, હંસા, હેમી, અલ્પા, શિલ્પા, જશુ, આરતીના ભાઇ, આરતી, જાગૃતિ, મિત્તલ, લક્ષ્મી, મનીષાના દિયર, જાગૃતિબેનના બનેવી, આયુષ, હર્ષિલ, પ્રિયાંશ, દૃષ્ટિ, માહી, સાક્ષી, હેતુ, કિંજલના કાકા, વંશ, દર્શિક, હેત્વી, તીર્થના મામા, મંજુલાબેન છગનભાઇ રાણવા (દેવપર)ના જમાઇ, મણિબેન બાબુભાઇ (કપડવંજ)ના ભાણેજ તા. 13-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી (બેસણું) તા. 16-5-2024 ગુરુવારે બપોરે 2થી 5 સતપંથ?સમાજવાડી, દેવપર (યક્ષ)?ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang