• રવિવાર, 16 જૂન, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ માંડવીના મહેશભાઇ રમણીકલાલ માંડલિયા (.. 67) તે સ્વ. રમણીકલાલ વાલજી માંડલિયા અને સ્વ. રાધાબેનના પુત્ર, ગીતાબેનના પતિ, ચંદ્રકાન્તભાઇ, હરીશભાઇ (લંડન), નીતિનભાઇ, કિરીટભાઇ (દુબઇ), નયનાબેન હસમુખભાઇ ઝિંઝુવાડિયા (ભાવનગર), જાગૃતિબેન લલિતભાઇ આડેસરા (બેંગ્લોર)ના ભાઇ, પૂર્વી હિરેન કોંઢિયા, ધવલ, નિશા આકાશ કોંઢિયાના પિતા, ચેરિશા, ધવલના સસરા, ભારતીબેનના દિયર, કાશ્મીરાબેન, હેમાબેન, મિત્તલબેનના જેઠ, સ્વ. લીલાધરભાઇ જીવરામ ઝિંઝુવાડિયાના જમાઇ, સ્વ. હરસુખભાઇ લીલાધરભાઇ ઝિંઝુવાડિયા, ભરતભાઇ લીલાધરભાઇ ઝિંઝુવાડિયાના બનેવી, જશુભાઇ નાનાલાલ કોંઢિયા, પ્રદીપભાઇ શાંતિલાલભાઇ ભડિયાદ્રા (ભાવનગર)ના વેવાઇ, સ્વરા અને વિહાનાના દાદા, હીર, વિશ્વા, નવ્યા, સમર્થ, નિયતિના નાના તા. 12-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-5-2024ના બુધવારે સાંજે 5.30થી 6.30 વાઘેશ્વરી પાર્ટી પ્લોટ, સોનીવાડ, ભુજ ખાતે તથા માંડવી જ્ઞાતિ તરફથી તા. 16-5-2024ના ગુરુવારે રાત્રે 9 વાગ્યે શોકસભા વાઘેશ્વરી માતાજીના મોટા મંદિર, માંડવી ખાતે.

ગાંધીધામ : સંતોષદેવી અગ્રવાલ (.. 73) તે ઓમપ્રકાશ અગ્રવાલના પત્ની, રાકેશ, મુકેશ, કિરણ, સુનિતાના માતા, મમતા, સીમા, બિશ્વનાથજી કેજરીવાલ, શુભકરણજી અગ્રવાલના સાસુ, કપૂરચંદ તથા સીતારામના ભાભી, રાજેન્દ્ર, સુરેન્દ્ર, રવીન્દર, રાહુલ, રાહીના કાકી, અભિષેક, રાહિલ, શૈલજા, ખુશીના દાદી તા. 13-5-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 14-5-2024ના મંગળવારે સવારે 9.30 કલાકે નિવાસસ્થાન પ્લોટ?નં. 4, સેક્ટર-3, ઓસ્લો ગાંધીધામથી આદિપુર સ્મશાન જશે.

અંજાર : રાજગોર બ્રાહ્મણ વંદન વિઠા (.. 13) તે ભૂમિબેન રાજેનના પુત્ર, ગં.સ્વ. જયાબેન, સ્વ. કાંતિલાલ મોરારજી વિઠાના પૌત્ર, અવંતિકાબેન રાજેશ બાબુલાલ જોશી (ગાંધીનગર)ના દોહિત્ર, સ્વ. મનસુખલાલ, ધીરજલાલના ભાઇના પૌત્ર, નિશા, હિના, નિશા રાજેશ, મેહુલ, આશિષ, ભાવિકા, જતિન, વૈશાલીના ભત્રીજા, ધ્યાનિ, નમન, કશ્વી, આસવ, વિશ્વા, પર્વના ભાઇ તા. 13-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-5-2024ના સાંજે 5.30થી 6.30 ચંપકનગર કોમ્યુનિટી હોલ, વૈશાલી સિનેમા પાછળ, અંજાર ખાતે.

અંજાર : મૂળ મંજલના જૈનીશ શૈલેશભાઈ પંડ્યા (.. 28) તે બીનાબેન શૈલેશભાઈ લાભશંકર પંડ્યા (વિથોણ)ના પુત્ર, ગં.સ્વ. નવલબેન પંડ્યાના પૌત્ર, અરાવિંદભાઈ પંડ્યા, ગં.સ્વ. ભાનુબેન હીરાલાલ વ્યાસ (નખત્રાણા), ગં.સ્વ. સંધ્યાબેન સુરેશભાઈ વ્યાસ (ભુજ), ગં.સ્વ. રીટાબેન ચેતનભાઇ મહેતા (માંડવી), સ્વ. પ્રતિમાબેન, હિતેશ કૌશિકલાલ પંડ્યા (માધાપર), ભરતભાઈ અશ્વિનભાઈ પંડ્યા (નખત્રાણા)ના ભત્રીજા, ધૃતિબેનના પતિ, જીયાન્સના પિતા, નીલમ, ડેની, પારસ, પૂજા જયકિશન વ્યાસ, રાજ, ધ્રુવના ભાઈ, ગં.સ્વ. જ્યોત્સનાબેન ભગવાનજીભાઈ વ્યાસના દોહિત્ર, હર્ષાબેન કિરીટભાઈ રાવલ, અલ્પેશભાઈ, સંજયભાઈના ભાણેજ, અજેન્દ્ર વિઠ્ઠલભાઈ સોલંકી (ભુજ)ના જમાઈ, સ્તુતિ વંશના કાકા, વિભૂતિ, નિકિતાના મામા તા. 13-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-5-2024ના બુધવારે સાંજે 5થી 6 મિત્રી સમાજવાડી, ગઢવાડી પાસે.

માંડવી : સારસ્વત બ્રાહ્મણ જગ્ગાનાથ ટેવાણી (.. 89) (નિવૃત્ત ઉપાચાર્ય જી.ટી. હાઈસ્કૂલ-માંડવી) તે સ્વ. ભચીબાઇ શંકરલાલ દયારામ ટેવાણીના પુત્ર, ભગવતીબેનના પતિ, સ્વ. મનુભાઈ (મનુ માસ્તર), સ્વ. કસ્તૂરબેન કચરાભાઈ પંડ્યા, સ્વ. ભાગેરથીબેન હરસુખભાઈ શિવના ભાઈ, માલતીબેનના દિયર, સ્વ. લક્ષ્મીબાઈ લક્ષ્મીદાસ પાંધી (ટપ્પર સોનારાવાડી)ના જમાઈ, સ્વ. રેવાશંકર પાંધી (બબાભાઈ), સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. કિશનભાઈ, બેબીબેનના બનેવી, રાજેન્દ્ર, યોગેશ, રમેશ (ભુજ), પરેશ, સ્વ. રંજન (ભુજ)  ના પિતા, ભાવના, ઉષા, મીના, પૂજા, સ્વ. રાજેશભાઈ ખીયરાના સસરા, ક્રિષ્ના, શિવાના દાદાસસરા, અંશના પરનાના, દર્શન (બંટી), સંદીપ, પાર્થ (વિકી), રાજ, રિદ્ધિ રૂપેશ રતનેશ્વર, અંકુર, અંકિત, પ્રિયંકા હિરેન ધિક્કા, હાર્દિક, ભાવિક, હેમાંગી, પાર્થના નાના, લહેરી, દિલીપ, નીલેશ, સંજય, (પ્રમુખ માંડવી સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન), દિપેશ (વિ.હિ..), સ્વ. નીતા મહેન્દ્ર ચઠમંધરા (ગઢશીશા), અંજના શૈલેષ સોનપાર (ભુજ), જાગૃતિ જયેશ રતનેશ્વર (તરા મંજલ)ના કાકા, પ્રતીક, જિનેશ, ભાર્ગવ, નિકિતા, સ્વ. દીપ, મીત, કશ્યપ, કુશ, વ્યોમ, વશિષ્ઠ, શિવાંગી, કૃપાલી, શ્રેયા, ખુશીના દાદા, વૃંદા, ઓમ રૂપેશ રતનેશ્વરના પરનાના તા. 12-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-5-2024ના મંગળવારે સાંજે 4થી 5.30 લોહાણા મહાજનવાડી, લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં, તળાવ ગેટ પાસે, માંડવી ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : હાલે થાણા (મુંબઇ) કડવા પાટીદાર કાંતિલાલ વાલજી કાનજિયાણી (દિવાણી) (.. 91) તે સ્વ. લીલાવંતીબેનના પતિ, સ્વ. ગોમતીબેન વાલજી કરશનના પુત્ર, સ્વ. નાથીબેન રામજી હંસરાજ મેપાણી (રામાણી) (નખત્રાણા)ના જમાઇ, સુરેશભાઇ, ભારતીબેન, પ્રીતિબેનના પિતા, સંધ્યાબેન, શાંતિભાઇ, પ્રભુલાલના સસરા, મિલન, જિતેશના દાદા તા. 12-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15-5-2024ના બુધવારે સવારે 8.30થી 10.30 કનૈયાલાલ કેશવલાલ કાનજિયાણીના નિવાસસ્થાને બસ સ્ટેશનથી કોટડા રોડ, વિરાણી મોટી ખાતે.

બિબ્બર (તા. નખત્રાણા) : જાડેજા લાલકોરબા સરૂપાજી (.. 80) તે સ્વ. સવાઇસિંહ, પચાણજી, કલાજીના માતા, પ્રેમસિંહ, નાથુભા વંકાજી, દિલાવરસિંહ રૂપસંગજીના મોટામા, માધુભા રાગાજી, ગાભુભા તગાજી, રામસંગજી રાણાજીના કાકી, સોઢા સવાઇસિંહના નાની, અજિતસિંહ, મહિપતસિંહ, ખેતાજીના દાદી તા. 10-5-2024ના અવસાન પામ્યા છે. બારસવિધિ તા. 21-5-2024ના મંગળવારે સવારે નિવાસસ્થાન બિબ્બર ખાતે.

હીરાપર (તા. નખત્રાણા) : આહીર નાથીબેન (.. 92) તે સ્વ. વીરમ ભચા બતાના પત્ની, સ્વ. દાનાભાઇ, કાનજીભાઇ, જીવાભાઇ, પુનીબેન (વંગ), જમીબેન (આમારા), લખીબેન (વંગ), પુરીબેન (વંગ)ના માતા, સ્વ. રામા ગગુના કાકી, રણછોડ, જયેશ, ગોપાલ, હરિ, ગીતાબેન (જિંદાય), રતિલાલ, શામજી, દિનેશના દાદી, સ્વ. ધનુબેન વીરમભાઇ (નથ્થરકુઇ)ના પુત્રી તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. બારમાની વિધિ તા. 21-5-2024ના મંગળવારે. બેસણું નિવાસસ્થાને હીરાપર મધ્યે. 

વડવા કાંયા (તાં. નખત્રાણા) : હાલે નાગપુર જાડેજા દિનેશાસિંહ દીપસંગજી (.. 37) તે દીપસંગજી કાનજી જાડેજાના પુત્ર, વેદાંતાસિંહ, સિદ્ધર્થાસિંહના પિતા, ભૂપેન્દ્રાસિંહ, કિરીટાસિંહના ભાઈ, બળવંતાસિંહ, રાજેન્દ્રાસિંહ, રણજિતાસિંહ, ભરતાસિંહ, ગિરિરાજાસિંહના કાકાઈ ભાઈ, સુખદેવાસિંહ નિકુલાસિંહ ચૂડાસમા (નડિયાદ)ના જમાઈ તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-5-2024ના ગુરુવારે બપોરે 3થી 6 ક્ષત્રિય સમાજવાડી, વડવા કાંયાજી ખાતે.

તેરા (તા. અબડાસા) : હિંગોરા આસીબાઈ સિધિક (.. 80) તે હિંગોરા હાસમ સિધિક અને નૂરમામદના બહેન તા. 13-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-5-2024ના બુધવારે સવારે 10 વાગ્યે જામા મસ્જિદ, તેરા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang