• શુક્રવાર, 12 એપ્રિલ, 2024

અવસાન નોંધ

ભુજ : હમીદાબેન ગુલામહુસેન અંતરિયા (.. 80) તે . સૈફુદ્દીન ટીનવાલાનાં પત્ની, . મહંમદ, ઝોયબ અને સકીનાના માતા, કુત્બુદ્દીન (ગુંદિયાળી-માંડવી) અને કાસીમ હાલાઇના સાસુ, અરવા કાસીમ અને અરવા ઝોયબના દાદી તા. 23-2-2024ના અવસાન પામ્યા છે. ત્રિજ્યાના સિપારા તા. 24-2-2024ના રાત્રે 8 વાગ્યે બુરહાની મસ્જિદ, વ્હોરા કોલોની, ભુજ ખાતે.

ભુજ : મૂળ સુમરી-રોહાના મીનાબેન (.. 67) તે સ્વ. મોતીલાલ કેશવજી ઠક્કર (દૈયા)ના પત્ની, કેશવજી જેઠમલ ઠક્કર (દૈયા)ના પુત્રવધૂ, રાઘવજી દેવકરણ અનમ (કુકમા)ના પુત્રી, સુરેશભાઇ કલ્યાણજી દૈયા (શ્રીરામ ફરસાણ)ના ભાભી, માલતીબેનના જેઠાણી, ઉમેશ અને મીરાંના કાકી, સ્વ. વૃજલાલભાઇ, સ્વ. રવિલાલભાઇ, રમેશભાઇ, ચંદ્રિકાબેન લક્ષ્મીદાસ ઠક્કર (મુંબઇ), સરલાબેન પ્રવીણભાઇ ઠક્કર (ભુજ), હર્ષિતાબેન ઉમેશભાઇ ગણાત્રા (મુંદરા)ના બહેન, શોભના, જિજ્ઞા, સ્વ. રોશનના ફઇ, શિલ્પા, કમલેશ, દીપા, તેજસ, હાર્દિક, પરિનના માસી તા. 23-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

ભુજ : પાંજરી હાજીમામદ (.. 57) તે સાલેમામદના પુત્ર, કાસમ, . અલીમામદ, . સુલેમાનના ભત્રીજા, સિકંદરના મોટા ભાઇ, કોરેજા ફકીરમામદ (ભુજ)ના જમાઇ, શરીફના પિતા, સાહિલના દાદા, ફારુખ હસન પિંજારા (નખત્રાણા)ના સસરા, રાયમા સલીમ ઇબ્રાહિમના સાઢુ, ઇબ્રાહિમ આમદ પિંજારા (નખત્રાણા)ના બનેવી, સમશીર, વસીમ, અસ્ફાકના મામા તા. 23-2-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 25-2-2024ના રવિવારે સવારે 10 વાગ્યે અલીફ મસ્જિદ, જૂની બકાલી કોલોની, આત્મારામ સર્કલની બાજુમાં, ભુજ ખાતે.

નખત્રાણા : મારૂ કંસારા નર્મદાબેન વિશનજી કટ્ટા (.. 85) તે સ્વ. સોની વિશનજીભાઇ જેઠાલાલના પત્ની, સ્વ. પરસોત્તમ નાનજી સોલંકી (મોટી વિરાણી)ના પુત્રી, સોની અનિલ (ગોપી સ્ટુડિયો-નખત્રાણા), મહેશ (નિવૃત્ત એસ.ટી.-નખત્રાણા), સ્વ. બાબુલાલ, અશ્વિન (બટુક), ગોપી મહેન્દ્ર (ભુજ), ગીતા મધુકાન્ત (અંજાર), જયશ્રી અરવિંદકુમાર (ઘડાણી હાલે માનકૂવા)ના માતા, ચાંદની જયકુમાર (અંજાર), વર્ષાબેન ઉમંગ (ગોપી સ્ટુડિયો), હીરલબેન હર્ષ (ભુજ), મયૂરી દીપેશ, પ્રીતના દાદી, ભાવનાબેન અનિકુમાર, સુશીલાબેન મહેશકુમાર, ગં.સ્વ. વીણાબેન બાબુલાલના સાસુ, સ્વ. સોની જાદવજી પરસોત્તમ સોલંકી (મોટી વિરાણી), સ્વ. દિવાળીબેન (ભુજ), સ્વ. ચંચળબેન (નખત્રાણા), સ્વ. ઇન્દુબેન (અંજાર), ચંદુબેન (ભુજ)ના બહેન, પાર્થ, સુવાશી, એકતા, સૃષ્ટિના નાની, અંશ, વિહા, મિહાનના પરદાદી, અરૂણાબેન ભાઇલાલ (બકુલ), રીટાબેન ધનસુખ (રમેશ), કલ્પનાબેન નવીનભાઇ, અલ્પાબેન સુરેશભાઇ (પપુ)ના કાકી તા. 23-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 26-2-2024ના સોમવારે સાંજે 4થી 5 સત્યનારાયણ પાટીદાર સમાજવાડી, આઝાદ ચોક, નખત્રાણા ખાતે.

રાપર : વાળંદ માવજીભાઇ (.. 50) તે સ્વ. નાવીબેન કરમશીભાઇ વાળંદના પુત્ર, કરસનભાઇ, મણિલાલ, જયાબેનના ભાઇ, સ્વ. બાઉભાઇ, સ્વ. લાલજીભાઇ, સ્વ. નાનજીભાઇ, મૂરજીભાઇ, કરસનભાઇના પિતરાઇ ભાઇ, હર્ષદભાઇ, દિલીપભાઇ, સાગરભાઇ, સુનીલભાઇ, રિદ્ધિબેન, તૃપ્તિબેન, રમેશભાઇ, દિનેશભાઇ, કમલેશભાઇ, રાજેશભાઇ, કુલદીપભાઇના કાકા તા. 22-2-2024ના અવસાન પામ્યા છે. લોકાઇ તથા મોરિયા તા. 1-3-2024ના શુક્રવારે અયોધ્યાપુરી, રાપર ખાતે.

ખાવડા (તા. ભુજ) : કુંભાર હવાબાઇ ઈસ્માઈલ (.  80) તે કુંભાર સુમાર તથા કુંભાર આરબના માતા તા. 22-2-2024ના અવસાન પામ્યા છે. તાજિયત 3 દિવસ સુધી નિવાસસ્થાને ખાવડા ખાતે.

માધાપર (તા. ભુજ) : પુષ્પાબેન પુરુષોત્તમ ઠક્કર (જોબનપુત્રા) (.. 82) તે સ્વ. પુરુષોત્તમ હરિરામ (મંગલજી) ઠક્કરના પત્ની, સ્વ. મંગલજી પ્રેમજી ઠક્કરના જયેષ્ઠ પુત્રવધૂ, સ્વ. જશોદાબેન હીરજી જીવણદાસ ઠક્કર (ભુજ)ના પુત્રી, સ્વ. ચંદુભાઇ, સ્વ. ઘનશ્યામ, હિંમતલાલ, સ્વ. હેમલતાના બહેન, રાજેશ, મનીષ (મોડર્ન મશીનરી-માધાપર), ભદ્રા, મીનાના માતા, રાજલ, ભાવના, અનિલભાઇના સાસુ, સ્વ. કાન્તિભાઇ, ડાહ્યાલાલ, ધીરજ, કાન્તાબેનના ભાભી, ગં.સ્વ. મંજુલાબેન, પૂર્ણાબેન, ચંદ્રિકાબેનના જેઠાણી, હિના, રોહિત, તુષાર, કૌશિકા, રૂપલ, ગ્રિષ્મા, મીરાંના મોટીમા, હસ્તી, સ્તુતિ, ઓમના દાદી, પૂજા ચિંતલના નાની, જયેશ, સંદીપ, સોનિયાના મામી, હિતેષ, પીયૂષ, સ્વ. પ્રજ્ઞા, આશા, માયા, વિપુલ, હિના, નિશા, જિજ્ઞેશ, નિકેશના ફઇ, મહેશ, કૈલાસના માસી તા. 23-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-2-2024ના રવિવારે સાંજે 4.30થી 5.30 રાજપૂત સમાજવાડી, માધાપર ખાતે.

નવી દુધઇ (તા. અંજાર) : માધાપરવાળા ઉમર જુમા સમા (ઉમર બાવા એસ.ટી. ડ્રાઇવર) (.. 84) તે . હાસમ જુમા સમા (એસ.ટી. ડ્રાઇવર) તથા . ડો. સિધિક જુમા સમાના ભાઇ, . સલેમાન હાસમ સમા, . મહેમૂદ હાસમ સમા (માધાપરવાળા), હાજી મહેબૂબ સિધિક સમાના કાકા, મોહસીન, મનસબ, મુજાહિદ, સાજીદના દાદા તા. 22-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-2-2024ના રવિવારે સવારે 10 વાગ્યે નવી દુધઇ ખાતે.

ખેડોઇ (તા. અંજાર) : મંગળાબેન ભોજાણી (.. 62) તે હરિલાલભાઇ રામજી ભોજાણીના પત્ની, સ્વ. વાલજીભાઇ, કરશનભાઇ, ડાહ્યાભાઇ, જેન્તીભાઇના ભાભી, ગીતાબેન ભરતભાઇ (કોટડા-.), સંગીતાબેન કિશોરભાઇ, શિલ્પાબેન મયૂર (કોટડા-.), હેતલબેન ભૂપેન (કો..)ના માતા, દેવશીભાઇ કાનજીભાઇ પોકાર (પાંતિયા)ના પુત્રી તા. 23-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ખેડોઇ ખાતે.

બિદડા (તા. માંડવી) : મૂળ લુડવાના હાલે મેરી (નાસિક) પટેલ સુરેશભાઇ ધનજીભાઇ વેલાણી (.. 62) તે કસ્તૂરબેનના પતિ, મેહુલભાઇ, હેતલબેનના પિતા, અશોકભાઇ દિવાણી, રોનીકાબેન વેલાણીના સસરા, સ્વ. પ્રેમિલાબેન ધનજીભાઇ વેલાણીના પુત્ર, અક્ષી મેહુલ વેલાણીના દાદા, હેતાંશ અશોક દિવાણીના નાના, પાર્વતી સીતારામ સુરાણી, કિશોરભાઇ, સ્વ. મીનાબેન મોહનભાઇ સેંઘાણીના ભાઇ, રામબાઇ કરમશી ધોળુ (નવાવાસ-દુર્ગાપુર)ના જમાઇ, પ્રભાબેન કિશોરભાઇ વેલાણીના દિયર, પ્રિતેશભાઇ, મિત્તલના કાકા તા. 22-2-2024ના નાસિક ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 24-2-2024ના બપોરે 2થી 5 યોગેશ વેલાણી, સત્યમ શિવમ સુંદરમ નગર, પ્લોટ નં. 338, શેરી નં. 8, બિદડા ખાતે.

બિદડા (તા. માંડવી) : ઉમાબેન હાજાભાઈ વિંઝોડા (.. 67) તે ભીમજીભાઈ, રમેશભાઈ, હિરુબાઈ રમેશ ધેડા (મોટા સલાયા)ના માતા, રતનબેન ભીમજી, ગોરબાઈ રમેશના સાસુ, પરેશ, અશ્વિન (એડવોકેટ), હર્ષદ, જિજ્ઞા, ગીતાબેન વિનોદ ધેડા (મોટા સલાયા), મધુબેન રમેશ ચંદે (આસંબિયા મોટા)ના દાદી, ઉષાબેન અશ્વિનભાઈ, ગીતાબેન પરેશભાઈના દાદીસાસુ, દિવ્યાંશકુમાર પરેશભાઈના પરદાદી તા. 22-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઈ ગઇ છે. બેસણું નિવાસસ્થાન મફતનગર, બિદડા, તા. માંડવી ખાતે.

હાલાપર (તા. માંડવી) : ખલીફા ઓસમાણ મીઠુ (હાજી ટપાલી) (.. 73) તે રમજુ, . સાલેમામદ, . ઇબ્રાહિમ, . સુલેમાન, ઓસમાણ, નુરમામદના ભાઇ, મજીત, આમધ, સલમાના પિતા, ઇકબાલ, અસલમ, આસિફ, જાવેદ, જુબેરના મોટાબાપા, હાજી હુસેન (ભુજ)ના કાકાઇ ભાઇ, જુણસના સસરા, હારુન નૂરમામદ (બાડા)ના જમાઇ તા. 23-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-2-2024ના રવિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાને ફળિયામાં, હાલાપર ખાતે.

નવીનાળ (તા. મુંદરા) : મૂળ શિરાચાના ભુરૂભા હમીરજી ચૌહાણ (.. 95) તે ચૌહાણ ભીખુભા હમીરજી, ચૌહાણ શિવુભા હમીરજી, ચૌહાણ મનુભા હમીરજી, સ્વ. કલુભા રાયબજી ચૌહાણના મોટા ભાઇ, ચૌહાણ પ્રવીણસિંહ તથા સ્વ. ભાવસિંહના પિતા, જયદીપસિંહ ભાવસિંહ ચૌહાણ, ગોપાલસિંહ પ્રવીણસિંહના દાદા તા. 22-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-2-2024ના સોમવારે નિવાસસ્થાન નવીનાળ?ખાતે. ઉત્તરક્રિયા તા. 4-3-2024ના. 

લાખાપર (તા. મુંદરા) : ડો. પરીશુદ્ધભાઈ જોશી (.. 31) તે બીનાબેન મનોજભાઈ જોશીના પુત્ર, તે મૂળ ખેડોઇના ઉર્મિલાબેન મૂળશંકર જોશીના પૌત્ર, જલ્પનભાઈ, ધ્યાનભાઈના મોટાભાઈ, રાજેશભાઈ, જયેશભાઇ, અશ્વિનભાઈ પંડ્યા (નલિયા હાલે મિરજાપર), ડિમ્પલબેન નીલેશભાઈ વેદાંત (કોડાય), દયાબેન, જસુબેન, નિમાબેન, તીલુંબેન પદ્મકાંત, અશ્વિનભાઇ (ખેડોઇ)ના ભત્રીજા, (મૂળ કુંભારિયાના હાલે નાગલપર તા. અંજાર)ના નટવરભાઈ, મયૂરભાઈ, જગદીશભાઈના પુત્ર, રાજનભાઈ તથા શનિભાઇના ભત્રીજા તા. 22-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-2-2024ના સોમવારે બપોરે 3થી 5 નિવાસસ્થાને લાખાપર (તા. મુંદરા) ખાતે.

મંજલ-તરા (તા. નખત્રાણા) : બાયડ રામસંગજી નારાણજી (.. 74) તે શાન્તાબેનના પતિ, ધીરજભા, ગિરીશભા, કુસુમના પિતા, સ્વ. આમરજી, શાન્તાબેન (મોરબી), જયાબેન (મંજલ), જશોદાબા (તેરા હાલે ભુજ), માલતીબેન (સુખપર)ના મોટા ભાઇ,  ભરતભા, જેઠીબેન, હર્ષિદા, વર્ષા, કલ્પનાના મોટાબાપુ, માયાબેન, તરલાના સસરા, અક્ષય, શિવાની, તનીષા, પ્રાચી, પ્રદ્યુમન, ઓમ, જીયાના દાદા, મહિપાલસિંહ, ભવ્યદીપના નાના, નારાણજી કલુભા ચૌહાણ (ભદ્રેશ્વર)ના જમાઇ, વિમળાબેન, રતનબેન, વર્ષાબેન, નૈનેશભાઇના બનેવી, શંભુભાઇ રાઠોડ (મુંબઇ), ભીખાલાલ પરમાર (ભુજ), જગદીશભાઇ ડાભી (પોરબંદર)ના સાઢુભાઇ તા. 22-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-2-2024ના સાંજે 4થી 5 નિવાસસ્થાન મંજલ ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : કડવા પાટીદાર ધવલકુમાર વાડિયા (.. 27) તે સ્વ. કંકુબેન અને સ્વ. રતનશીભાઈ દેવશીના પૌત્ર, કમળાબેન શાંતિલાલ વાડિયાના પુત્ર, વાલજીભાઇ (નાગપુર), કાન્તિભાઇ (વડોદરા), શંકરભાઇ (રાજનંદગાંવ), મણિભાઇ (આણંદ), કિશોરભાઇ (વિરાણી મોટી)ના ભત્રીજા, કિશોરભાઇ, હિતેનકુમારના નાના ભાઇ, મિતના કાકા તા. 22-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24-2 અને 25-2-2024 (બે દિવસ) સવારે 8થી 10 અને બપોરે 3થી 5 નિવાસસ્થાને નવા લક્ષ્મીનારાયણ મંદિર પાસે.

રાજકોટ : મૂળ કોઠારિયાના મધુબેન ખારેચા તે છગનભાઇ ભૂરાભાઇ ખારેચાના પત્ની, મનહરભાઇ, ભરતભાઇ, સુરેશભાઇ, અશોકભાઇના માતા તા. 23-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 26-2-2024ના સોમવારે સાંજે 4.30થી 6 સ્વામિનારાયણ મંદિર (બીએપીએસ), કાલાવડ રોડ, રાજકોટ ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang