• શુક્રવાર, 12 એપ્રિલ, 2024

અવસાન નોંધ

ભુજ : સુંદરજી વેલજી જોગી (.. 65) તે શાન્તાબેનના પતિ, જેરામ, અશોક, પરેશ, કાન્તિ, વિમળાબેન ભરત જોગી, નયનાબેન પપુભાઇ જોગીના પિતા, રવજીભાઇ, શામજીભાઇ, મોહનભાઇ, લાલજીભાઇના ભાઇ તા. 22-2-2024ના અવસાન પામ્યા છે. બારમું તા. 4-3-2024ના સોમવારે નિવાસસ્થાને હંગામી આવાસ, ખેતરપાળ મંદિરની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : કચ્છી ગુર્જર સુતાર .સૌ. રાજેશ્રીબેન ભૂપેન્દ્રભાઈ ગજ્જર (જોલાપ્રા) .. 60) તે ભૂપેન્દ્રભાઈ વસંતભાઈ ગજ્જર (આર.ટી.. વીમા એજન્ટ)ના પત્ની, સ્વ. ભાનુમતીબેન વસંતભાઈ ગજ્જરના પુત્રવધૂ, સ્વ. જયવંતીબેન ઠાકરશીભાઈ પીનારાના પુત્રી, પરિતા, દેવાંશીના માતા, રાહી અશોકભાઈ મેરના સાસુ, કમલેશ, માયાબેન જયંત અગારાના ભાભી, હરીશ ઠાકરશી પીનારા, લતાબેન દિનેશ દહીંસરિયા, વંદના નરેન્દ્ર દુઘૈયાના બહેન, ક્રિષ્નાબેન રમેશભાઈના દેરાણી, સુધાબેન વિદુરભાઈ, પ્રીતિબેન રાજેન્દ્રભાઈ, દિપલબેન કમલેશભાઈના જેઠાણી, રેખાબેન અશોકભાઈ મેરના વેવાણ, સ્વ. જયશ્રીબેન દહીંસરિયા, ગં.સ્વ. મીનાબેન ખારેચા, જ્યોતિબેન દહીંસરિયાના નણંદ, અંકિતા હર્ષ જેઠવા, ધૈર્યના મોટીમા, દિવ્યના મામી તા 21-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-2-2024ના શનિવારે સાંજે 4થી 5 માધાપર વાગડ સાત ચોવીસી, ઔદિચ્ય બ્રહ્મસમાજની પાછળ, કચ્છમિત્ર કોલોનીની બાજુમાં, માધાપર ખાતે.

અંજાર : તુષાર દીપકભાઇ કાતરિયા (.. 22) તે સ્વ. મોંઘીબેન ધનજીભાઇ કાતરિયાના પૌત્ર, રસીલા દીપકભાઇ કાતરિયાના પુત્ર, જમનાબેન સંજયભાઇ ચોટારાના ભત્રીજા, વાલીબેન શામજીભાઇ હડિયા (કાનારી)ના દોહિત્ર, જય અને તુલસીના મોટા ભાઇ તા. 21-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-2- 2024ના શુક્રવારે સાંજે 4થી 5 કૃષ્ણવાડી, સોરઠિયા સમાજવાડી, ભીડભંજન મંદિર પાસે.

અંજાર : નર્મદાબેન કોટક (.. 74) તે મંગલજીભાઇ હરચંદભાઇ કોટક (ઠક્કર સાહેબ નિવૃત્ત શિક્ષક, કે.કે.એમ.એસ. સ્કૂલ-અંજાર) (મૂળ પીપરાળાના હાલે અંજાર)ના પત્ની, નિકુંજ (શિક્ષક, કે.કે.એમ.એસ. સ્કૂલ-અંજાર), વર્ષાબેન બિપીનકુમાર સોમેશ્વર, ઉર્વશીબેન ભરતકુમાર પારવાણીના માતા, તૃપ્તિબેનના સાસુ, સ્વ. ડાહ્યાલાલ, મકનજીભાઇ વસંતલાલ, સ્વ. હીરાબેન, સ્વ. જયાબેન, સ્વ. રુક્ષ્મણીબેન, કાન્તાબેન, કમળાબેનના ભાઇના પત્ની, સ્વ. કાનજીભાઇ ટોકરસીભાઇ (રાપર)ના પુત્રી, સ્વ. હરજીવનભાઇ, સ્વ. નવીનભાઇ, લીલાવંતીબેન, રતનબેનના બહેન, શ્લોક અને ત્વરાના દાદી, નિત્ય, જય, ધ્રુવી, વેદાંશીના નાની તા. 20-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-2-2024ના શનિવારે સાંજે 4થી 5 રઘુનાથજી મંદિર હોલ, સવાસર નાકા, અંજાર ખાતે. (દશો રાખેલ નથી.)

અંજાર : રાયમા દિલાવર ઈસ્માઈલ (ગુડ્ડીવાળા) (.. 85) તે . નઝીર, . મોહમ્મદ, સોકત ઉમર, યુસુફ ઉમરના મોટા ભાઈ, મુસ્તફાના પિતા, રૂસ્તમ, મુરાદ, ફિરોઝ, ઝહીર, નૌશાદના મોટાબાપા, સલીમ (એસટીવાળા-ભુજ), હમીદ (રાજકોટ)ના સસરા, . સુલેમાનભાઈ (બેરાજા)ના જમાઈ, પરવેજ, નદીમ, અનીસ, સાહિલ, અમન, મોહમ્મદફૈઝના દાદા તા. 21-2-2024ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત 24-2-2024ના શનિવારે સવારે 10.30થી 11.30 ખત્રી સમાજવાડી, યાદવ નગર ખાતે.

અંજાર : નીતાબેન રવજીભાઇ મહેશ્વરી (.. 41) તે આર. ડી. મહેશ્વરી (કચ્છ જિલ્લા કેળવણી નિરીક્ષક અને સિનુગ્રા ગ્રુપ શાળા આચાર્ય)ના પત્ની, દેવાભાઇ ખમુભાઇ કોચરા (મંજલ-અબડાસા)ના પુત્રવધૂ, જખુભાઇ મહેશ્વરી (બી.આર.સી. લખપત), કાનજીભાઇ મહેશ્વરી (કોસ્ટગાર્ડ પોલીસ)ના ભાભી, અંશ અને મૌલિસાના માતા, નરેશભાઇ, રમેશભાઇ રામજીભાઇ ધોરિયા (ગાંધીધામ, સે. 7), ડોરૂ માલબાઇ દામજીભાઇ (મઉં-માંડવી), થારૂ કમળાબેન જિતેન્દ્રભાઇ (માંડવી)ના બહેન, ધોરિયા પુરબાઇ ખીમજીભાઇ (ડોણ-માંડવી)ના પુત્રી, મિત્ર, તનીષા, જીયાંશી, જેનિષાના મોટીબા તા. 21-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાન મેઘપર-બોરીચી અરિહંતનગર, અંજાર ખાતે.

મુંદરા : કોલી દિલીપભાઇ શિવજીભાઇ (.. 56) તે રૂપાબેનના પતિ, ધનજીભાઇ, ખેતાભાઇ, હીરાભાઇ, માલીબેન, આસુબેન, બેનાબેનના ભાઇ, દિનેશભાઇ, સામજીભાઇ, અનિલભાઇ, રાહુલભાઇ, સતીશભાઇ, સચિનભાઇ, સવિતાબેનના પિતા, અશોકભાઇ, રંભાબેન, દિવાળીબેન, દિવ્યાબેન, નિશાબેન, જયશ્રીબેનના સસરા, મુકેશ, અશોક, જિતેન્દ્ર, અરવિંદના કાકા, રાજેશ, નિરાલી, સીતા, યોગેશ, ચિરાગ, લક્ષ્મી, ધાર્મિ, વિવેકના દાદા તા. 21-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન અલકનંદા સોસાયટી, કોલીવાસ, મુંદરા ખાતે. ધાર્મિકવિધિ બારસ (પાણી) તા. 3-3-2024ના રવિવારે.

માંડવી : સમા જુસબ ઇસ્માઇલ (.. 72) તે રમજુ, સાલેમહંમદ, . ભચુ, હાજી અબ્દુલ્લા, અબુબખર, મહંમદહુશેનના ભાઇ, સમા રજાક, મજીદ, સોકત, ઇબ્રાહીમ (ફ્રૂટવાળા), હનીફ (સહારા ફર્નિચર)ના પિતા તા. 22-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-2-2024ના શનિવારે સવારે 11થી 12 વલ્લભનગર જમાતખાના, માંડવી ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : માનબાઈ રંગાણી (.. 102) તે સ્વ. વેલજી મનજી રંગાણીના પત્ની, સ્વ. ચનાભાઈ ગોપાલ વાસાણી (રાયણ)ના પુત્રી, સ્વ. લાલજીભાઈ, સ્વ. હીરાલાલભાઈ, સ્વ. દામજીભાઈ, પરસોતમભાઈ, વનિતાબેન (વિરાણી નાની), પ્રેમિલાબેન (દેવપર), દેવકાંબેન (મમાયમોરા)ના માતા, ઝવેરબેન, લીલાબેન, વિમળાબેન, જીવરાજ કરશન દિવાણી (વિરાણી નાની), નરશી ધનજી ભાવાણી (દેવપર), દિનેશ ગોપાલ સેંઘાણી (મમાયમોરા)ના સાસુ, કીર્તિ, જગદીશ, ચેતન, રાજુ, દીપક, હાર્દિક, અનસૂયાબેન (બિદડા), રંજનબેન (મમાયમોરા), અરુણાબેન (અમદાવાદ), દક્ષાબેન (મમાયમોરા)ના દાદી તા. 22--2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-2-2024ના સવારે 8થી 11 ઉમિયાનગર શેરી નં. 5, સત્સંગ હોલ, લક્ષ્મીનારાયણ મંદિર ખાતે.

નાના આસંબિયા (તા. માંડવી) : પ્રફુલ્લાબા (.. 53) તે જાડેજા રાજેન્દ્રસિંહના પત્ની, મંગળસિંહ ગુમાનસિંહના પુત્રવધૂ, કલ્યાણસિંહ, દિલુભા, રણજિતસિંહના ભત્રીજાવહુ, હિંમતસિંહના નાના ભાઇના પત્ની, રાજુબા (પરાલી) ઉમેદસિંહ, મહેન્દ્રસિંહના ભાભી, જયવીરસિંહ, ગિરીરાજસિંહના માતા, રીતિક્ષાબા, માન્યરાજના દાદી, પૂનમબા, ચંદ્રિકાબા (ડેરવાળા), રેખાબા (લીબલી), રુદ્રસિંહ, જયદીપસિંહના કાકી, કુલદીપસિંહ, સિદ્ધરાજસિંહ, કિશનસિંહ, વિશ્વજીતસિંહના ભાભુ, સ્વ. ઝાલા જોરૂભા દાનુભા (તલવણી)ના પુત્રી તા. 22-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 22-2થી 26-2 સુધી દરબારગઢ ડેલી, નાના આસંબિયા ખાતે. ઉત્તરક્રિયા તા. 3-3-2024ના રવિવારે નિવાસસ્થાને.

નાના ગોણિયાસર (તા. માંડવી) : લાલુભા ખેતુભા જાડેજા તે સ્વ. ચાંદુભા તથા જોરૂભાના ભાઈ, ગજુભા, બનુભા, ગોગુભા, સ્વ. મહેન્દ્રસિંહના પિતા, દિલુભા, વનરાજાસિંહના કાકા, જગદીશાસિંહ, સંજયાસિંહ, રવીન્દ્રાસિંહ, શક્તાસિંહ, દેવેન્દ્રાસિંહ, રામદેવાસિંહ, પ્રતિપાલાસિંહના દાદા તા. 21-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-2-24ના સોમવારે નિવાસસ્થાને તથા ઉત્તરક્રિયા તા. 4-3-2024ના સોમવારે.

ભોપાવાંઢ  (તા. મુંદરા) : વીજુબેન પાલા રબારી (.. 95) તે સ્વ. ભોપા પાલા પબાના પત્ની, સ્વ. ભોપા રામા, સ્વ. ભોપા વકાના ભાભી, વીસાભાઇ, વરજગભાઇ, સૂરાભાઇ, ખીતુબેન, વલુબેન, લખીબેનના માતા, હમીર વકા, સ્વ. વેરશી, રામાના કાકી, રામીબાઇ, લખીબાઇ, મીઘુબાઇના સાસુ, નથુભાઇ, ભીખાભાઇ, હભુભાઇ, મેઘાભાઇના દાદી, ભીખાભાઇ, પચાણભાઇ, હમીરના નાની, રાણા લધા, રામા લધા, સામત લધા, સૂરા લધા (સરગુ)ના બહેન તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. તા. 23-2-2024ના શુક્રવારે આગરી તા. 24-2-2024ના શનિવારે ઘડાઢોળ નિવાસસ્થાન ભોપાવાંઢ ખાતે.

બારોઈ (તા. મુંદરા) : ભજીર ફકીરમામદ અલીમામદ (.. 75) તે . અદ્રેમાન અલીમામદ, ઈબ્રાહીમ અલીમામદ, ઓસમાણ અલીમામદના ભાઈ, ભજીર ઇસ્માઈલ, ભજીર આમદના પિતા, ભજીર કાસમ અદ્રેમાનના કાકા, ભજીર ઈસ્માઈલ ઈબ્રાહીમ, ભજીર ફારૂક ઓસમાણના મોટાબાપા, . મુસ્તાક ઓસમાણ સાંધ (અંજાર), જુણેજા હારૂન રમજાન (બારોઈ), જાવેદ પલેજા (ભુજ), સમેજા રજાક જુસબ (ફરાદી)ના સસરા, . મહેબૂબ કુરેશી (ભુજ), ભજીર આમદ જુણસ (ભુજપુર)ના સાળા તા. 21-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-2-2024ના શનિવારે સવારે 10થી 11 બારોઈ મુસ્લિમ જમાઅત ખાના ખાતે.

મંજલ-તરા (તા. નખત્રાણા) : કચ્છી બ્રહ્મક્ષત્રિય ગં.સ્વ. મંજુલાબેન રમેશભાઈ સોનેજી (.. 80) તે સ્વ. રમેશ નથુભાઈ સોનેજીના પત્ની, સ્વ. સાકરબેન નથુભાઈ સોનેજીના પુત્રવધૂ, સ્વ. પ્રેમાબેન જખુભાઇ ગજકંધના પુત્રી, ગં.સ્વ. હેમલતાબેન મૂળજી સોનેજીના દેરાણી, સ્નેહલ રમેશભાઈ સોનેજીના માતા, બીના સ્નેહલ સોનેજીના સાસુ,  સ્વ.  વ્રજલાલ જખુભાઇ ગજકંધ (કવિ વ્રજ ગજકંધ), ગં.સ્વ. ચંદ્રમણિ હરેશભાઈ ઓઝા, ગં.સ્વ. નલિનીબેન ભાઈલાલ છાટબારના બહેન, કીર્તિ મૂળજી સોનેજી, જતિન મૂળજી સોનેજી, સ્વ. કલ્પના કાંતિલાલ લિયા (ભુજ), ક્રિષ્ના દીપક ટાટારિયા, દક્ષા અજય જાદવ (મુંબઈ)ના કાકી, હિનાબેન કીર્તિ સોનેજી અને પ્રિયા જતિન સોનેજીના કાકીસાસુ, યશ્વી, રિદ્ધિના દાદી, ડો. ધૈર્ય, જીત, કુશ, રિયાના નાના દાદી તા. 22-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-2-2024 શનિવારે સાંજે 4થી 5 ગઢવી સમાજવાડી, બસ સ્ટેશનની બાજુમાં, મંજલ ખાતે.

આણંદપુર (યક્ષ) : હાલે નખત્રાણા નરોત્તમ ચૂનીલાલ ભીમાણી (.. 42) તે મંજુલાબેનના પતિ, દમયંતીબેન ચૂનીલાલ ભીમાણીના પુત્ર, યોગેશ, રાજેશના મોટા ભાઇ, વંશ, રાઘવના પિતા, શિવાંશ, શ્રેયુના મોટાબાપા, હીરાલાલ વસ્તા વાલાણી (વિથોણ)ના જમાઇ, અરવિંદ ભીમજી નાકરાણી (સાંયરા)ના ભાણેજ, સામજી માનણ, વસ્તારામ માનણ, મનજી માનણ, જેન્તીલાલ માનણના નાના ભાઇના દીકરા, હંસાબેન (રાયપુર), અમૃતભાઇ (ભુજ), રસીલાબેન (રાયપુર), લક્ષ્મીબેન (દેવીસર), સરસ્વતી (બાબેશ્વર), મંગળાબેન (બેંગ્લોર), હેમુબેન (અંગિયા), મંજુલાબેન (રાયપુર), રેખાબેન (ભદ્રક), દિનાબેન (બાલાગાટ), ભારતી (માનગાંવ), ભરત (ગાંધીધામ), પ્રદીપ (ગોંદિયા), સંજય (ગુમુડા)ના કાકાઇ ભાઇ તા. 21-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 23-2-2024ના (એક દિવસ) સવારે 8.30થી 11, બપોરે 3થી 5 શિવ મંદિર, બસ સ્ટેશન, આણંદપુર (યક્ષ) ખાતે. બાકીના દિવસે નિવાસસ્થાને ભીમાણી ફળિયા ખાતે.

નાની અરલ (તા. નખત્રાણા) : હાલે કરીમનગર (તેલંગાણા) કડવા પાટીદાર દિયાબેન (.. 19) તે રસીલાબેન જગદીશભાઇ વાસાણીના પુત્રી, જીવાબેન સામજીભાઇ મેગજી વાસાણીના પૌત્રી, લક્ષ્મીબેન નરસિંહભાઇ વાસાણીના ભત્રીજી તા. 19-2-2024ના કરીમનગર ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 24-2-2024ના સવારે 8.30થી 11, બપોરે 3થી 5 વી.એલ. નગર, કોટડા-. રોડ, મોટી વિરાણી ખાતે.

ડુમરા (તા. અબડાસા) : હાલે ભુજ માંજોઠી ઉમર ફકીરમામદ (.. 55) તે  ઈરફાનના પિતા, . હુશેન ફકીરમામદ, . આધમ ફકીરમામદ, . અદ્રેમાન ફકીરમામદ, . ઓસમાણ ફકીરમામદ (અધાભા), હાસમ ફકીરમામદ (બાપલા)ના ભાઇ, . દાઉદ અલીમામદના સાળા, અનવર  (વેકરા), અબ્બાસ હારુન (વેકરા)ના સસરા, કાસમ સિધિક, સલીમ સિધિક, અબ્દુલ સિધિક (ત્રાયા)ના બનેવી તા. 22-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-2-2024ના રવિવારે સવારે 10થી 11 માંજોઠી જમાતખાના, જેષ્ઠાનગર, ભુજ ખાતે.

પિથોરાનગર (હીરાપર સોઢા કેમ્પ) (તા. અબડાસા) : સોઢા જીવુભા બચુભા (.. 22) તે સ્વ. હીરજી ઉદાસિંહના પૌત્ર, સ્વરૂપાસિંહ, ચનુભા, ચતરસિંહ, સ્વ. ધનુભા, તોગાજી, ચંદુભા, બહાદુરસિંહ, જિતેન્દ્રાસિંહ, અરવિંદસિંહ, ઘનજી, કલુભા, ચનુભાના ભત્રીજા, મંગલાસિંહ, સગરામસિંહ, જામભા, સરૂપસિંહ સવાઈસિંહ, સરૂપસિંહ રણછોડજી, રામસિંહ, રૂપાસિંહ, ભૂરુભા, દીપસિંહ, સુરૂભા, ચંદુભા, માધુભા, જુવાનસિંહ, લાલુભા, દૈવતસિંહ, રાજુભા, અનિરુદ્ધસિંહ, ભરતસિંહના ભાઈ, પ્રદીપસિંહ, જયદેવાસિંહ, કુલદીપાસિંહના કાકા, ચૌહાણ ખેતસિંહ ભોમસિંહ, દાનુભા બહાદુરસિંહના ભાણેજના દીકરા, સ્વ. જાડેજા હરુભા વેલુભા, સ્વ. કારુભા વેલુભા, ઘનુભા (વાંકુ)ના ભાણેજ, જયદીપસિંહ બાપાલાલ (રાપરગઢ)ના સાળા તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને તથા ઉત્તરક્રિયા તા. 29-2-2024ના ગુરુવારે.

અમદાવાદ : લીલાબેન વિદ્યાકાંત પટ્ટણી (.. 92) તે સ્વ. વિદ્યાકાન્ત પટ્ટણીના પત્ની, સ્વ. ગિરીશભાઇ, સ્વ. રશ્મિકાંતભાઇ, સ્વ. વિનોદભાઇ, સ્વ. બેનબાઈબેન માંકડ, સ્વ. રૂક્ષ્મણિબેન અંતાણી, ગં.સ્વ. જશવંતીબેન છાયા, સ્વ. હંસાબેન ઢેબરના ભાભી, સ્વ. દીપ્તિના માતા, ચાહત, કરિશ્મા, સાક્ષીના નાની, ઈશાન, અનાયાના પરનાની તા. 22-2-2024ના અમદાવાદ મધ્યે અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

મોરબી : ખત્રી ઇલિયાસ સુલેમાન (વલાડિયા) (.. 72) તે હુશેન સુલેમાનના મોટા ભાઇ, નસીમ અબ્દુલગની (અંજાર), ઇકબાલના પિતા, અલ્તાફ, રહીશા અકિલ (ભુજ), યાસ્મિનના મોટાબાપા તા. 22-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-2-2024ના શનિવારે સવારે 11 વાગ્યે હૈદરી મસ્જિદ તથા બહેનો માટે મેમણ જમાતખાના, મોરબી ખાતે.

મુંબઇ : મૂળ મોરબીના હાલે થાણા નિવાસી જેષ્ટારામ (.. 77) તે કરમશી વાલજી ઉનડકટના પુત્ર, લતાબેનના પતિ, સ્વ. મગનલાલ તુલસીદાસ સોમૈયાના જમાઇ, રોહિતભાઇ તથા ડોલીબેન દીપકકુમાર દૈયાના પિતા, સ્વ. હસમુખભાઇના નાના ભાઇ, સુનીતાના સસરા, માનસીના દાદા, પ્રિયાના નાના તા. 21-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-2-2024ના શુક્રવારે સાંજે 5થી 7 સહિતી બિરાદરી બેન્કેટ હોલ, બ્લોક નંબર 18, ચંદુ ગીગારામ નાગલપાલ માર્ગ, પવઇ ચોક, મુલુંડ કોલોની, મુલુંડ (વેસ્ટ), મુંબઇ-400082 ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang