ભુજ : મૂળ હબાયના ગુલાબગિરિ શંકરગિરિ ગુંસાઇ (ઉ.વ.73) તે શંકરગિરિ મૂલગિરિના પુત્ર, સ્વ. પ્રસાદપુરી ભવાનપુરી ગુંસાઇ (નિરોણા)ના જમાઇ, સ્વ. જ્ઞાનગિરિ, કેશવગિરિ, સ્વ. રમેશગિરિ, ફુલગિરિ, મંજુબેન (ભુજ)ના ભાઇ, સ્વ. નરેશગિરિ, પરેશગિરિ, ભારતીબેન, ભાવનાબેનના પિતા, વેલનાથ વિશ્રામનાથ (કુકડસર), રાજેશગર શંભુગર ગુંસાઇ (નાની બાલાચોડ)ના સસરા, સ્વ. સાગરગિરિ, સૌમ્યગિરિ, હેમેનગિરિ, પારસગિરિના મોટા બાપા, યોગેશગિરિ, ઉર્મિલાબેન હિતેન્દ્રગિરિ (માધાપર), અરુણાબેન ધનસુખભારથી (મિરજાપર), ભગવતીબેન મહેશગર (અંજાર), ડોલીબેન શંકરગર (તુણા), શિલ્પાબેન ઉમેશગિરિ (નાગલપર), સોનીબેન પરેશગર ગુંસાઇ (દરશડી), હેતલબેન, પ્રિયાના કાકા, ઉદયગિરિ, પ્રાચીના દાદા, હિરેન, રિદ્ધિ, નિકિતા, ચંદ્રેશગિરિ (મુંબઇ), અલ્પા, વિનોદનાથના નાના, રશ્મિબેનના સસરા તા. 21-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-2-2024ના શુક્રવારે સાંજે 4થી 5 વાગ્યે દશનામ સમાજવાડી રામધૂન પાસે.
ભુજ : સંધીસમા રઇસ મોહંમદ અફઝલ (ઉ.વ.5) તે ગુલઅફશા મોહંમદ અફઝલના પુત્ર, મુમતાઝ મો. રફીક, અકીલા મુસ્તાક (એસ.ટી.), ઝરીના અલીમામદના પૌત્ર, હાજરાબેન ઇસ્માઇલના પ્રપૌત્ર, રાહીન, સુનૈન, રૂબ્બના ફૈઝાન, અલ્ફા અઝીઝ, સબીહા સુફિયાન, ઇસ્મત બિલાલ, અઝીઝા રમીઝ, અલ્તાફ, ઇમ્તિયાઝના ભત્રીજા, હાજી અનવર જુસબના દોહિત્ર, શબનમ નવાઝ, રબ્બાની, અફરોઝ વસીમ, ફિરોઝા મોહંમદ, તાહેરા અબ્દુલના ભાણેજ તા. 21-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-2-2024ના શુક્રવારે સવારે 9થી 10 માંજોઠી જમાતખાના મધ્યે.
ભુજ : થાવરભાઇ મેઘજી પારિયા (મહેશ્વરી) (ઉ.વ.81) (મૂળ માંડવી હાલે 734, કૈલાસનગર, ભુજ) તે સ્વ. લીલબાઇ મેઘજી પારિયાના પુત્ર, ગં.સ્વ. ચાગબાઇના પતિ, નરેશભાઇ, વસુબેનના પિતા, જ્યોતિબેન, બુધરાજભાઇના સસરા, ચિરાગ, પાર્થના દાદા, અલ્પા, અંતરા, ભાવિકના નાના, સંત ધનજી બાપુ (રૂપાણી)ના મોટા જમાઇ, સ્વ. કિશનભાઇ, શંકર, હરિ, જાનકી, ભારતીના બનેવી તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ સંપન્ન થયેલ છે. સંપર્ક નરેશભાઇ - 95371 81224.
ભુજ : મૂળ ભીમાસર (ભુ.) નવીનચંદ્ર સુરજીભાઇ મીરાણી (ઉ.વ.67) તે સ્વ. ગોદાવરીબેન સુરજીભાઈ મીરાણીના પુત્ર, ગં. સ્વ. ભગવતીબેનના પતિ, સ્વ. હરચંદભાઈ પોપટલાલ સચદે (થાણા-મુંબઈ)ના જમાઈ, મુરીબેન બાબુલાલ ભીંડેના ભાઈ, મુકેશના પિતા, કોકિલાબેનના સસરા, હર્ષ-યશ્વીના દાદા, સ્વ. જેતશીભાઈ ગણેશભાઈ મીરાણી, સ્વ. શિવલાલ પોપટલાલ મીરાણી, શાંતિલાલ પોપટલાલ મીરાણી, માધવજી પોપટલાલ મીરાણીના ભત્રીજા, રંજનબેન રમેશભાઈ માણેક, જગદીશભાઈ બાબુલાલ ભીંડે, સ્વ. દેવેન્દ્રભાઈ બાબુલાલ ભીંડેના મામા તા. 19-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-2-2024ના શુક્રવારે સાંજે 4 થી 5 રૂખાના હોલ, લોહાણા મહાજન વાડી, વી. ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ ખાતે. (દશો રાખેલ નથી).
અંજાર : મેસુરાણી નવીનભાઇ નારણભાઇ (ઉ.વ.51) તે ગં.સ્વ. વિજયાબેનના પતિ, સ્વ. રતનબેન નારણભાઇના પુત્ર, રતનબેન રૂડાભાઇના જમાઇ, શાંતિબેન, સ્વ. વિશ્રામભાઇ, ગં.સ્વ. જયાબેન, ગં.સ્વ. મણિબેન, ભગવતીબેન, સ્વ. જેન્તીભાઇના ભાઇ, હરેશભાઇ, નીલેશભાઇ, ડિમ્પલબેનના પિતા, મિતેશભાઇ, જયેશભાઇ, ઉષાબેનના કાકા, જિતેનના મોટા બાપા, દેવાંશ, દેવિકાના દાદા તા. 20-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-2-2024ના ગુરુવારે ખોડિયાર ભવન, મેસુરાણી પરિવારના મઢ પાછળ, અંજાર મધ્યે બપોરે 4થી 5 વાગ્યે.
માંડવી : મૂળ ગામ બારા તેરા (તા. અબડાસા)ના રાઠોડ ગાવિંદજી નોઘણજી (ઉ.વ. 73) તે મયાબાના પતિ, રણમલજી, ભાવસંગજી, લીલાબા, લારકોળબા, રાજકુંવરબા, હેમકુંવરબા, સ્વ. જામબાના ભાઇ, સતુભા, વિરમજી, ભાવનાબા, ગીતાબા, શીતલબાના પિતા, બાલુભા, જેઠુભા, ભારતીબા, ભૂમિબાના મોટા બાપુ, વૈષ્ણવીબા, રિદ્ધિબા, વિરાજસિંહ, વિશ્વરાજસિંહના દાદા, માનસંગજી જાડેજાના જમાઇ, વેસલજી, લધુભા, રાજમલજી જાડેજા, સ્વ. ગોપાલજી સોઢા, પ્રકાશસિંહ સોઢાના સાળા, રાજેન્દ્રસિંહ, કલ્પેશસિંહ, ઉદયસિંહ, મેઘસિંહ, કવિતાબા, પ્રિયાબાના નાના, જયેશસિંહ, મનુભા, વીરેન્દ્રસિંહ જાડેજાના સસરા તા. 21-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23-2-2024ના શુક્રવારે સાંજે 4થી 5 જોશીવાડી, મહિલાબાગ પાસે, માંડવી ખાતે.
આદિપુર : ઘેલારામ સુમારભાઇ બોખાણી (જી.એસ. બોખાણી) (નિવૃત્ત આઇ.એ.એસ.) (ઉ.વ. 75) તે લક્ષ્મીબેનના પતિ, વિનોદભાઇ (ડી.પી.ટી.), રાજેશભાઇ (પીજીવીસીએલ), ભાનુબેન નવીન સંજોટ (નાગવીરી)ના પિતા, સ્વ. ભોજાભાઇ સુમાર બોખાણી, ખીમા ગાભાભાઇ બડગાના નાના ભાઇ, સ્વ. લક્ષ્મણભાઇ, અશોકભાઇ, સ્વ. પ્રેમજી, હીરુબેન ધનજી સંજોટ (બિદડા), ગં.સ્વ. નાનુબેન બાલજી કુડેચા (આદિપુર), લાછુબેન ભાણજી ખરેટ (જાંબુડી), દેવીબેન શિવજી બુચિયા (સિરાચા), કેસરબેન દેવજી મંગરિયા (ભુજોડી), ઉત્તમ ખીમજી બડગાના કાકા, સ્વ. માયારામ દેવશી બડગા (ભુજ)ના જમાઇ, સ્વ. મંગાભાઇ, પચાણભાઇ, ગોપાલભાઇ, લાછુબેન, લતાબેન, નારાણભાઇના બનેવી, દક્ષાબેન, ગીતાબેન, નવીન?ધનજી સંજોટ (જવાહર નવોદય વિદ્યાલય ધ્રાંગધ્રા)ના સસરા, સ્વ. હર્ષ, કુશ, કૃણાલ, સર્વ, કેતન, હેમંત, વિશાલ, અનિલ (લાલો), ઇન્દુબેન, જશવંતીબેન, ગીતાબેન, નૂતનબેન, હેતલબેનના દાદા, હરજી મનજી સીજુ (ભુજોડી), સ્વ. ભારમલ પચાણ ગંઢેર (ભુજ)ના સાઢુ તા. 21-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ દિયાડો તા. 24-2-2024ના તથા પાણિયારો (ઘડાઢોળ) તા. 25-2-2024ના નિવાસસ્થાન કેસરનગર-2, પ્લોટ નં. 108, આદિપુર ખાતે.
કુકમા (તા. ભુજ) : પોપટબા જાલુભા રાઠોડ (ઉ.વ. 75) તે હેતુભા, સ્વ. ભચુભા, દોલુભા, કૈલાશબા દિલાવરસિંહ સોઢા (દહીંસર), ગીતાબા રામુજી પરમાર (ખારી વાવડી), રૂપાળીબા બળુભા (સંઇ)ના માતા, ચતુરબા, હંસાબા, રેખાબાના સાસુ, જયદીપસિંહ, સિદ્ધરાજસિંહ, મહિપાલસિંહ, ક્રિપાલસિંહ, ભારતીબા, અંજનાબા, ક્રિષ્નાબા, ચેતનાબા, વંદનાબા, દિવ્યાબાના દાદી તા. 21-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું રાઠોડ દોલુભા જાલુભા (વિશ્વકર્મા નગર-કુકમા)ના નિવાસસ્થાને.
ઝુરા કેમ્પ (તા. ભુજ) : ધનુબા નથુજી સોઢા (ઉ.વ.94) તે દેવાજી નથુજી તથા તેજમાલજી નથુજીના માતા, પીરદાનાસિંહના કાકી, ખેતાજી, વેલાજી, સવાઈસિંહ, ભૂપતાસિંહ, સુરતાસિંહ, મંગલજીના મોટીમા, વાંકજી, ફતેહાસિંહ, સવાઈસિંહ, શંભાસિંહ, દોલતાસિંહ, દિલીપાસિંહ, કિરીટાસિંહ, જિતેન્દ્રાસિંહ, હઠાસિંહ, જુવાનાસિંહના દાદી તા. 20-2-2024ના અવસાન પામ્યા છે. ઉતરક્રિયા તા.29-2-2024ના સાંજે આગરી, તા. 1-3-2024ના ઘડાઢોળ નિવાસસ્થાને.
ધોકડા (તા. માંડવી) : જાડેજા કલુભા ટપુભા (ઉ.વ. 85) તે સ્વ. રતનજી, સ્વ. મહિપતસિંહ, મેઘુભા, જાડેજા જીતુભાના ભાઇ, ભીખુભા, હઠુભાના કાકાઇ ભાઇ, અરવિંદસિંહ, સ્વ. દયાળજીના પિતા, પતુભા, બલભદ્રસિંહ, મહેન્દ્રસિંહ, દશરથસિંહ, રામદેવસિંહ, શક્તિસિંહ, વીરમદેવસિંહ, ખેતુભા, અનુભા, હરિચંદ્રસિંહ, ઉમેદસિંહ, કનૈયાસિંહના બાપુ, સતીશસિંહ, જયપાલસિંહ, હર્ષદસિંહ, અમિતસિંહ, હરપાલસિંહ, જયરાજસિંહ, ભાવેશસિંહ, વિજયસિંહ, સંદીપસિંહ, સિદ્ધરાજસિંહ, મયૂરસિંહ, વિરપાલસિંહ, રાજવીરસિંહ, મજવીરસિંહના દાદા તા. 21-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું ધોકડા ક્ષત્રિય સમાજવાડીમાં, ધોકડા ખાતે.
ભુજપુર (તા. મુંદરા) : દિપેન (ઉ.વ.20) તે ભટ્ટ જયેશ જખુભાઇ મોખરાના પુત્ર, ગૌરવ, હિરેનના ભાઇ તા. 21-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું (ઉઠમણું) તા. 22-2-2024ના સાંજે 4થી 5 નિવાસસ્થાને ભુજપુર ખાતે.
કારાઘોઘા (તા. મુંદરા) : ચૂડાસમા માણસંગજી આમરજી (ઉ.વ. 69) તે ચૂડાસમા મહોબ્બતાસિંહ મેરામણજીના ભત્રીજા, ચૂડાસમા કનુભા આમરજી, ચાંદાબા, મોંઘીબા, હરિબા, નરેન્દ્રાસિંહ, દિલીપાસિંહ, મહેન્દ્રાસિંહ, વિજયાસિંહના મોટાભાઈ, રાજુભા, લખધીરાસિંહ, પ્રતાપાસિંહ, દસરથબા, રસીલાબા, મીનાબા, દીનાબાના પિતા, મહિપતાસિંહ, દિલીપાસિંહ, શકિતાસિંહના મોટાબાપુ, રાઠોડ ગાભુભા, રાઠોડ હરિસંગજી, રાઠોડ જાલુભાના બનેવી, રાઠોડ લાખુભા, જાડેજા ભૂપતાસિંહ, સોઢા ભીખુભા, જાડેજા હિમ્મતાસિંહના સસરા, મનુભા, કિરણાસિંહ, હેમુભા, ભરતાસિંહ, પ્રવીણાસિંહના મામા તા. 20-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23-2-2024ના શુક્રવારે 3 થી 5 નિવાસસ્થાને.
પિયાવા-મસ્કા (તા. માંડવી) : રાધાબાઇ મુરજી હાલાઇ (ઉ.વ.86) તે સ્વ. મુરજી માધવજી હાલાઇના પત્ની, વેલજીભાઇ, ઝીણાભાઇ, સ્વ. લાલજીભાઇ, માવજીભાઇ, ભીમજીભાઇ, મેઘજીભાઇ, કાનજીભાઇ, અમરતબેન, વીરબાઇના માતા, મેઘબાઇ, સ્વ. પ્રેમબાઇ, ગં.સ્વ. કેશરબાઇ, મેઘબાઇ, અમૃતબેન, પુષ્પાબેનના સાસુ તા. 21-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23-2-2024ના શુક્રવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાને રાધાવાડી ખાતે.
ફરાદી (તા. માંડવી) : કચ્છી સારસ્વત બ્રાહ્મણ ગં.સ્વ. સુશીલાબેન (બબીબેન) નારાયણજી ચંડીચઠ તે સ્વ. નારાયણજી સુંદરજી (અમદાવાદ)ના પત્ની, સ્વ. પ્રાણશંકર હીરજી બલભદ્ર (ફરાદી)ના પુત્રી, અશ્વિનભાઈ, સ્વ. તારાબેન, હરેશભાઈ, સ્વ. વસંતભાઈના માતા, દમયંતીબેન, હિનાબેન, દીપકભાઈના સાસુ, સ્વ. નરહરિ (બાબુ મારાજ) (ગુંદિયાળી), સ્વ. સરોજબેન (માંડવી), અમૃતબેન (પદ્ધર), કનૈયાલાલ (ફરાદી), રંજનબેન (બિદડા), ભારતીબેન (ઝુરા)ના મોટા બહેન, સ્વ. નર્મદાબેન, કોકીલાબેનના નણંદ, વિનોદભાઈ (ગુંદિયાળી), ધીરજભાઈ (ધીરજ ટ્રેડર્સ) (માંડવી), લક્ષાબેન (ભુજ), પરેશભાઈ (માંડવી), કલ્પેશ શાત્રી (ફરાદી), ધારાબેન (ભુજ), વિપુલભાઈ (ફરાદી)ના ફઇ તા. 21-2-2024ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષની પ્રાર્થનાસભા તા. 24-2-2024ના શનિવારે સાંજે 4થી 5 ક્ષત્રિય સમાજવાડી, ફરાદી ખાતે.
મોસુણા (તા. નખત્રાણા) : રબારી કલાભાઇ રાણાભાઇ (ઉ.વ. 65) તે લાછુબેનના પતિ, ગાભા રાણા, બીજલ રાણા, લાખા રાણાના ભાઇ, વંકાભાઇ, રામાભાઇ, વિરમભાઇના પિતા, રામા કાના (ભવાનીપર)ના જમાઇ તા. 21-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને મોસુણા ખાતે.
વાલ્કા નાના (તા. નખત્રાણા) : રાઠોડ મોટીબા વંકાજી (ઉ.વ. 85) તે વેલાજી દુજાજી, માલાજી ખીમાજી, સ્વ. લાખિયાજી ખીમાજીના ભાભી, બધુભા, સામતજી, પ્રતાપજી, દાનસંગજીના માતા, સ્વ. જાડેજા દેવાજી પતાજી (ગુનેરી)ના બહેન, સોઢા કરશનજી માણસંગજી (લોરિયા), સોઢા રવાજી રાણાજી (કુરન), સોઢા રાણાજી અણદાજી (પુનરાજપર), સોઢા દાનસંગજી દેવાજી (ઝુરા કેમ્પ), જાડેજા સુરુભા દાનસંગજી (ઝુરા)ના સાસુ તા. 18-2-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 26-2-2024ના સોમવારે તથા ઘડાઢોળ તા. 27-2-2024ના મંગળવારે નિવાસસ્થાને વાલ્કા નાના ખાતે.
મોથાળા (તા. અબડાસા) : ગોહિલ જગદીશસિંહ રામસિંહ (આશુભા) (ઉ.વ.56) (ગામ ધારડી) તે સ્વ. ભીખુભા મોબતસિંહ જાડેજાના જમાઇ, સ્વ. રણજિતસિંહ, સ્વ. કનકસિંહના બનેવી, સત્યપાલ, શ્રીપાલ, જયરાજના ફુવા, સોઢા ગનુભા, વનરાજસિંહના મોટા ભાઇ તા. 20-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી મોથાળા ખાતે તા. 23-2-2024ના દરબારગઢ ઉતરદા શુક્રવારે.
કાદિયા મોટા : હંસાબેન અનિલભાઇ પિત્રોડા (ઉ.વ. 47) તે સ્વ. સરસ્વતીબેન દામજીભાઇના પુત્રવધૂ, અનિલભાઇના પત્ની, હિમાંશુના માતા, સુશીલાબેન, ગોપાલભાઇ, જિતેન્દ્રભાઇના ભાભી, રાજેશ્રીબેન, નિલમબેનના જેઠાણી, દીપ, કાર્તિકના મોટા મા, રાધિકાના મોટા સાસુ, સ્વ. પ્રેમજીભાઇ, શિવજીભાઇ, કેશવજીભાઇના ભત્રીજાવહુ, ચંદ્રિકાબેન નરોતમભાઇ હંસોરા (મૂળ સુડધ્રો હાલે આદિપુર)ના પુત્રી, પરેશભાઇ હંસોરાના મોટા બહેન તા. 21-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-2-2024ના શુક્રવારે બપોરે 3થી 4 કલાકે મહાજનવાડી, કાદિયા મોટા ખાતે.
રાજકોટ : જેસંગભાઇ આશમલભાઇ ગડણ (ઉ.વ.72) (મૂળ કરાચી હાલે રાજકોટ) તે સ્વ. ભચાબેન આશમલભાઇ ગડણના પુત્ર, લીલબાઇના પતિ, અશોક, ધર્મ, સવિતાબેન, અનિતાબેનના પિતા, જેઠાલાલ, દેવજીભાઇ, નારાણભાઇ, જીવરાજભાઇ, લછીબેન, સ્વ. રાજબાઇ, મૂલબાઇ, ખેતબાઇ, જેઠિયાબેનના ભાઇ તા. 19-2-2024ના રાજકોટ ખાતે અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 20-2-2024ના મંગળવારે રાજકોટ મધ્યે પૂર્ણ થઇ ગયેલ છે.