• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

મચાડોને શાંતિનો નાબેલ

વખતના નાબેલ શાંતિ પુરસ્કાર પર આખી દુનિયાની નજર હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘેલછાની હદે આ પુરસ્કાર માટેનો પોતાનો દાવો કરીને આ પ્રતિષ્ઠિત સમિતિ પર ભારે દબાણ ઊભું કર્યું હતું, પણ આ સમિતિએ દબાણને વશ થયા વગર એક સ્વતંત્ર પસંદગી કરીને દુનિયા સમક્ષ આ પુરસ્કારના મહત્ત્વને ફરી એક વખત સાબિત કરી આપ્યું છે. વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને વર્ષ 202પનો આ પુરસ્કાર  જાહેર કરીને નોબેલ સમિતિએ દુનિયામાં લોકશાહીની માટેની શાંત લડતને શાંતિ માટેની ચાવી ગણી છે. આ એવોર્ડ દ્વારા સમિતિએ વિશ્વમાં મહિલા સશક્તિકરણને વધુ બળ આપ્યું છે. વેનેઝુએલા જેવા દેશમાં લોકશાહી અને માનવ અધિકારો માટે સતત મથતા મચાડોએ વિપક્ષને એક કરવા ઝુંબેશ ચલાવી છે. તેમને આ અગાઉ યુરોપિયન યુનિયન દ્વારા સર્વોચ્ચ માનવ અધિકાર એવોર્ડ સખારોવ પણ મળી ચૂકયો છે. વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહી ચૂકેલા મચાડોને ચૂંટણીની પ્રક્રિયા દરમ્યાન ગેરલાયક ઠેરવી દેવાયા હતા. તેમણે દેશના વિભાજિત વિપક્ષમાં એકતામાં મહત્ત્વની ભૂમિકા ભજવીને સ્વતંત્ર ચૂંટણી યોજવાની અને પ્રતિનિધિ સરકારની માંગ ઉઠાવી છે. તેમની ઉપર પ્રતિબંધ છે અને જાનનું જોખમ પણ છે. આ બધા પડકારો અને મુશ્કેલીઓ છતાં તેઓ શાંતિપૂર્વક લોકશાહીની લડત લડતા રહ્યા છે. નેબેલ પુરસ્કારની પસંદગી સમિતિએ દુનિયાને બતાવી આપ્યું છે કે, કોઈપણ પારિતોષિકના હકદાર એ હોય છે કે તેમના કામો અને પ્રભાવને વાસ્તવિક રીતે જોઈ શકાતા હોય. દુનિયામાં સશત્ર સંઘર્ષોને થંભાવવાનો દાવો કરતા ટ્રમ્પની સરખામણીએ મચાડોની ઉપર પસંદગીનો કળશ ઢોળીને સમિતિએ તેની કામગીરી ખરા અર્થમાં સ્વતંત્ર હોવાની સાબિતી કરી આપી છે. ખરા અર્થમાં આ સમિતિ પણ કોઈ ઉચ્ચ વૈશ્વિક એવોર્ડની હકદાર હોવાની પ્રતીતિ  મચાડોની પસંદગીએ કરાવી આપી છે. આમ તો આવા પારિતોષિક મેળવનારી વ્યક્તિને તેની પ્રવૃત્તિમાં ભારે મદદ મળતી હોય છે, પણ જોવાનું એ રહેશે કે, મચાડેને તેમના દેશ વેનેઝુએલામાં લોકશાહીની લડતમાં હવે કઈ રીતે સફળતા મળે છે. તેની સાથોસાથ આ પુરસ્કાર જાહેર થતાં પહેલાં દુનિયમાં પોતાને શાંતિના મસિહા સાબિત કરવા સંઘર્ષોને શાંત કરવા આકાશ-પાતાળ એક કરતા રહેલા ટ્રમ્પ તેમની આ ભૂમિકાને જાળવી રાખશે કે પ્રકૃતિ મુજબ ત્યજી દેશે. આગામી દિવસોમાં આ બન્ને મુદ્દાનો દુનિયા સમક્ષ ખુલાસો થઈ જશે. 

Panchang

dd