• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

બિશ્નોઈ ટી-20નો નંબર વન બોલર

દુબઇ, તા. 6 : ભારતનો યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈ હાલમાં રમાયેલ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની શ્રેણીમાં શાનદાર પ્રદર્શનને લીધે પાંચ ક્રમનો કૂદકો લગાવીને આઇસીસી ટી-20 ક્રમાંકમાં ટોચના સ્થાન પર આવી ગયો છે. બિશ્નોઇએ ઓસ્ટ્રેલિયા સામેની પ મેચની સિરીઝમાં 9 વિકેટ ઝડપી હતી અને પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. હવે તેણે અફઘાનિસ્તાનના ચમત્કારિક સ્પિનર રાશિદ ખાનને ખસેડીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. 23 વર્ષીય રવિ બિશ્નોઈ તેની કારકિર્દીમાં પહેલીવાર નંબર વન ટી-20 બોલર બન્યો છે. બીજી તરફ ટી-20 બેટિંગ ક્રમાંકમાં ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવ દબદબા સાથે પહેલા સ્થાને છે. બિશ્નોઇ 699 રેટિંગ પોઇન્ટ સાથે પહેલા ક્રમે છે. બીજા નંબરના બોલર રાશિદ ખાનના 692 પોઇન્ટ છે. શ્રીલંકાનો વાનિંદુ હસરંગા અને ઇંગ્લેન્ડનો આદિલ રશીદ સંયુક્તરૂપે ત્રીજા ક્રમે છે. ભારતના અક્ષર પટેલને પણ ફાયદો થયો છે. તે 9 સ્થાનની છલાંગ લગાવીને 18મા ક્રમે પહોંચ્યો છે. ટી-20 બેટિંગ ક્રમાંકમાં સૂર્યકુમાર યાદવ પછી મોહમ્મદ રિઝવાન બીજા અને એડમ માર્કરમ ત્રીજા નંબર પર છે. ટોપ ટેનમાં ઋતુરાજ ગાયકવાડ છે. તે એક સ્થાનના ફાયદાથી સાતમા ક્રમે પહોંચ્યો છે.

Youtube Live

Budget 2024 LIVE

Panchang