• મંગળવાર, 09 જૂન, 2026

ફૂટબોલનો મહાસંગ્રામ : 48 દેશ 104 મેચ રમશે

પ્રદીપ ત્રિવેદી : રમત જગતના વિશ્વમાં ``ફૂટબોલ''ની રમત એ સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ દેશોમાં રમાતી રમત છે. ``ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિયેશન'' યાને ``િફફા'' દ્વારા 1930થી દર ચાર વર્ષે તેનો ``વર્લ્ડ કપ'' વિવિધ દેશોનાં વિવિધ શહેરોમાં યોજવામાં આવે છે. વિશ્વકપ ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરતી સંસ્થા ``િફફા''ની સ્થાપના 1904માં થઈ હતી. ફિફા પ્રમુખ જુલ્સ રિમેટે 98 વર્ષ પહેલા, 28 મી, મે, 1928ના રોજ, એમ્સ્ટર્ડમમાં વિશ્વ ચેમ્પિયનશિપ યોજવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. પ્રથમ વર્લ્ડ કપ-1930 : ફૂટબોલનો પ્રથમ વર્લ્ડકપ 1930માં 13થી 30 જુલાઈ દરમિયાન ઉરૂગ્વેના મોન્ટેવિડિયો શહેરના ત્રણ સ્ટેડિયમમાં રમાયો હતો. પ્રથમ વર્લ્ડકપમાં કુલ 13 દેશે ભાગ લીધો હતો. કુલ 18 મેચ દ્વારા 70 ગોલ નોંધાયા હતા. સૌથી વધુ 8 ગોલ નોંધાવવાનું ગૌરવ ઉપવિજેતા આર્જેન્ટિનાના ખેલાડી ગુલિર્મો સ્ટેબિલેએ મેળવ્યું હતું. પ્રથમ વિશ્વકપ મેળવવાનું ઐતિહાસિક ગૌરવ યજમાન ઉરૂગ્વેએ સ્વતંત્રતાની શતાબ્દિની ભવ્ય ઉજવણી સાથે મેળવ્યું હતું. ફિફા વર્લ્ડકપના ઇતિહાસમાં સૌ પ્રથમ ગોલ કરવાનું ઐતિહાસિક ગૌરવ ફ્રાન્સના લ્યુસીએન લોરેન્ટ એ 19મી મિનિટે મેક્સિકો સામે મોન્ટોવિડિયોના એસ્ટાડિઓ પોસીટોસ ખાતે મેળવ્યું હતું. ફિફા વર્લ્ડકપ-2026 : ફિફા વર્લ્ડકપના ઈતિહાસનો 23મો વર્લ્ડકપ 11મી જૂનથી 19મી જુલાઈ, 2026 દરમિયાન અમેરિકા, મેક્સિકો અને કેનેડાના સંયુક્ત યજમાનપણા હેઠળ યોજાઈ રહ્યો છે. આ વર્લ્ડકપમાં સૌ પ્રથમ વખત 48 દેશોની ટીમ ભાગ લઈ રહી છે. વર્લ્ડકપનું ઉદ્ઘાટન ત્રણ દેશના ત્રણ શહેરમાં થશે. 11મી જૂનથી 19મી જુલાઇ સુધી 16 શહેરોમાં આ મેચો રમાશે.

Panchang

dd