વાયોર, તા. 24 : વાયોર ગામમાં છછી કિકેટ ગ્રાઉન્ડમાં
વાયોર એકતા ગ્રુપ દ્વારા આયોજિત અબડાસા, લખપત, નખત્રાણા વિસ્તારની ક્રિકેટ સ્પર્ધામાં
કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો. વાયોર
ઈલેવન વિ. જલારામ ઈલેવન રવાપર ફાઈનલમાં પહોંચી હતી જેમાંથી જલારામ ઈલેવન વિજેતા થઈ
હતી. આયોજકો સુખદેવાસિંહ જાડેજા, ઈમરાન મારા, અમીન ખત્રી, અતિથિવિશેષ વાયોર જિલ્લા
પંચાયત સદસ્ય રાજુભા સોઢા, વાયોર તાલુકા પંચાયત સદસ્ય લાલુભા પઢિયાર, કાદરછાબાવા ઈબ્રાહિમછા
પીરજાદા, વાયોર પી.એસ.આઈ શ્રી ગોહિલ અને આદમ રાયમા, ઉમરભાઈ રાયમા, ઈશાકભાઈ જત, સુઝલોન કપનીના પ્રભાતાસિંહ
પઢિયાર, નારૂભા જાડેજા, રાઘવ દેસાઈ, ભરતાસિંહ
જાડેજા, પૃથ્વીરાજસિહ જાડેજા, આમધ ઓઢેજા, ડાયાલાલ બળિયા વાયોર વેપારી એસોસિયેશનના પ્રફુલ્લ
ઠક્કર, આશિષ જોષી, ઉકીર સરપંચ અલી કેર, સારગવાડા-ભોઆ પંથકના તમામ હાજર રહ્યા હતા. અબડાસા
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ શુભેચ્છાઓ પાઠવી હતી.