લખનઉ, તા. 24 : પાછલી બે સીનમાં અપેક્ષા
અનુસારનો દેખાવ ન કરી શકનાર રિષભ પંત લખનઉ સુપર જાયન્ટસની કપ્તાની ગુમાવશે તે હવે નિશ્ચિત
સમાન છે. કારણ કે, ટીમના હેડ કોચ ટોમ મૂડીએ સ્વીકાર્યું છે કે, આ વિકેટકીપર-બેટર દબાણ
સહન કરવામાં નિષ્ફળ રહ્યો છે. બે સિઝનમાં પંતની કપ્તાનીમાં એલએસજી 28 મેચમાંથી ફકત 10માં જ જીત હાંસલ કરી શકી છે. 202પ સિઝનમાં સાતમા નંબરે રહેનાર
એલએસજી ટીમ વર્તમાન સિઝનમાં તળિયે છે. ગઇકાલની મેચમાં પંજાબ સામેની 7 વિકેટની હાર પછી લખનઉના કોચ ટોમ મૂડીએ
જણાવ્યું કે, કપ્તાની વિશેનો સવાલ છે તો નિશ્ચિત રીતે પંત અસફળ રહ્યો છે. અમારે આના
પર ગંભીરતાથી વિચાર કરવો પડશે. દબાણને લીધે પંતની બેટિંગ પર પણ અસર થઇ છે. કોચ મૂડીએ
પંજાબના કપ્તાન શ્રેયસ ઐયરની શતકીય ઈનિંગ્સની પ્રશંસા કરી કહ્યું કે, તેની આંખમાં ચમક
હતી. તેને વિજયનો વિશ્વાસ હતો. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, મેગા ઓકશનમાં પંતને લખનઉ ફ્રેન્ચાઇઝીએ રેકોર્ડબ્રેક 27 કરોડમાં ખરીદ્યો હતો. ટીમ
ઈન્ડિયાનો સૌથી વિસ્ફોટક બેટધર ગણાતો પંત લખનઉ તરફથી બે સિઝનમાં માત્ર પ81 રન જ કરી શક્યો છે. તેની
સ્ટ્રાઇક રેટ 13પ આસપાસ રહી છે.