મુંબઇ તા. 24 : જોફ્રા આર્ચરના શાનદાર ઓલરાઉન્ડ
દેખાવથી મુંબઈ ઇન્ડિયન્સ વિરૂધ્ધ 30 રને નિર્ણાયક વિજય હાંસલ કરી રાજસ્થાન રોયલ્સે 16 પોઈન્ટ સાથે પ્લેઓફ રાઉન્ડમાં
પ્રવેશ કર્યો છે. આથી પંજાબ કિંગ્સ અને કોલકતા નાઇટ રાઇડર્સના પ્લેઓફના દરવાજા બંધ
થયા હતા. રાજસ્થાન રોયલ્સના 8 વિકેટે
20પ રનના જવાબમાં મુંબઇ ઇન્ડિયન્સના 20 ઓવરમાં 9 વિકેટે 17પ રન થયા હતા. રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાં
પહોંચનારી ચોથી ટીમ બની હતી. હવે તે 27મીએ ન્યૂ ચંદિગઢ ખાતે ત્રીજા નંબરની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ
વિરૂધ્ધ એલિમિનેટર મેચ રમશે. એ પહેલા 26મીએ ટોચની બે ટીમ આરસીબી વિ. ગુજરાત ટાઈટન્સ વચ્ચે કવોલીફાયર-1 મેચ રમાશે. મુંબઇ સામેની રાજસ્થાન સામેની
જીતથી આજની બીજી મેચ કોલકતા-દિલ્હી વચ્ચેની હવે ઐપચારિક બની ગઈ હતી પ્લેયર ઓફ ધ મેચ
જોફ્રા આર્ચરે ડેથ ઓવર્સમાં 1પ દડામાં
1 ચોગ્ગા-3 છગ્ગાથી ધૂંઆધાર 32 રનની ઇનિંગ્સ રમી હતી. આથી
રાજસ્થાને આખરી પ ઓવરમાં 73 રનનો ઉમેરો
કરીને સ્કોર 10પ રને પહોંચાડી દીધો હતો. આ પછી બોલથી
પણ કમાલનો દેખાવ કરીને 4 ઓવરમાં
માત્ર 17 રનમાં 3 વિકેટ ઝડપી હતી. 206 રનના વિજય લક્ષ્યનો પીછો
કરી રહેલ મુંબઇએ પાવર પ્લેમાં જ 49 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સૂર્યકુમાર
અને વિલ જેકસ (33) વચ્ચે પાંચમી વિકેટમાં 63 રનની ઝડપી ભાગીદારી થઇ હતી.
જયારે સૂર્ય અને હાર્દિક વચ્ચેની 2પ દડામાં 48 રનની ઝડપી
ભાગીદારીથી મુંબઇ માટે જીતની તક સર્જાઇ હતી. નિર્ણાયક તબકકે હાર્દિક 1પ દડામાં 34 રને અને પછી સૂર્યકુમાર 42 દડામાં 3 ચોગા-4 છગ્ગાથી 60 રને આઉટ
થતાં રાજસ્થાનનો વિજય નિશ્ચિત બની ગયો હતો. મુંબઈ ઈનિંગ 9 વિકેટે 17પ રન અટકી ગઇ હતી. રોહિત ઝીરોમાં, રિકલટન
12, નમન 6 અને તિલક 3 રન સાથે નિષ્ફળ રહ્યા હતા. આર્ચરની 3 વિકેટ ઉપરાંત નાંદ્રે બગર્ર, બ્રિજેશ
શર્મા અને રાજ પુંજાએ 2-2 વિકેટ લીધી
હતી. અગાઉ રાજસ્થાનની પણ શરૂઆત ખરાબ રહી હતી અને પાવર પ્લેમાં જયસ્વાલ (27), વૈભવ (4) અને કપ્તાન પરાગ (14)ની વિકેટ ગુમાવી દીધી હતી.
દબાણની આ સ્થિતિમાં જુરેલે 38, શનાકાએ
29, ફરેરાએ 18, આર્ચરે 32 અને જાડેજાએ 19 રનની ઝડપી ઈનિંગ રમી રાજસ્થાનનો
સ્કોર 20પ રને પહોંચાડી દીધો હતો. મુંબઈ તરફથી
ચહર અને શાર્દુલે 2-2 વિકેટ લીધી
હતી.