• સોમવાર, 25 મે, 2026

રાજસ્થાનના વિજય સાથે શાહ પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ

નવી દિલ્હી, તા. 24 : આઇપીએલ પ્લેઓફ ચિત્ર નક્કી થઇ ગયું છે. રિયાન પરાગની આગેવાની હેઠળ રાજસ્થાન રોયલ્સ ટોચના ચારમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફ કવોલિફાય થનાર પ્રથમ ટીમ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સે પણ તેનું અનુકરણ કર્યું હતું. કવોલિફાયર 1 બેંગ્લોર  અને ગુજરાત વચ્ચે 27મેના ધર્મશાળામાં રમાશે. હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે એલિમેનેટર 27મેના નવા ચંદીગઢના મહારાજા યાદવિન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. કવોલિફાયર-1ની વિજેતા ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે. એલિમિનેટરમાં હારનારી ટીમ બહાર થઇ જશે, અને વિજેતા ટીમ કવોલિફાયર-1માં હારનારી ટીમસામે કવોલિફાયર-2માં ટકરાશે. બીજી કવોલિફાયર 29 મેના ન્યૂ ચંદીગઢમાં એલિમિનેટરના  મેદાન પર જ રમાશે. આ  વખતે કઇ ટીમ ચેમ્પિયન બને છે તે જોવું રસપ્રદ રહેશે. 

Panchang

dd