• શુક્રવાર, 15 મે, 2026

આઈપીએલ ફાઈનલ અમદાવાદમાં

અમદાવાદ, તા.6 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. આ વર્ષે 31મી મેના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગનો ફાઈનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. અમદાવાદ ચોથી વખત આઈપીએલ ફાઈનલનું સાક્ષી બનશે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આઈપીએલની પ્લેઓફ મેચોનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદને ફાઈનલની યજમાનીની તક આપવામાં આવી છે. અગાઉ ડિફેન્ડિગ ચેમ્પિયન આરસીબીના ગઢ બેંગ્લોરમાં ફાઈનલનું આયોજન કરવાની યોજના હતી પરંતુ બોર્ડે કાર્યક્રમમાં ફેરફાર કરીને આઈપીએલની ફાઈનલ અમદાવાદ ખાસે ખસેડવાની જાહેરાત કરી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026ની ફાઈનલ હવે અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. ક્રિકેટપ્રેમીઓ માટે આ ઘણા રોમાંચની વાત છે. દર વર્ષે આઈપીઓલને લઈને ક્રિકેટ રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે અને અમદાવાદમાં આ વર્ષે ગુજરાત ટાઈટન્સની સાત જેટલી લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લીગની મેગા ફાઈનલ પણ હવે 31મીએ અમદાવાદ ખાતે જ યોજાશે જેને લઈને અત્યારથી જ લોકોમાં અનેરો આનંદ જોવા મળે છે. સામાન્ય રીતે ગત સિઝનની ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ ખાતે ફાઈનલ યોજાતી હોય છે. આજરોજ ભારતીય ક્રિકેટ બોર્ડે પ્લેઓફના કાર્યક્રમની જાહેરાત કરી હતી. બેંગ્લોરને બદલે અમદાવાદમાં ફાઈનલ ખસેડવા પાછળનું કારણ એ છે કે, બેંગ્લોરના સ્થાનિક ક્રિકેટ એસોસિએશન તથા સત્તાવાળાઓએ કેટલીક માગણીઓ મૂકી હતી જેને બોર્ડ દ્વારા પૂર્ણ કરવી વાજબી ના જણાતા આખરે ફાઈનલનું સ્થળ ખસેડવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બેંગ્લોર સરકારે ધારાસભ્યો માટે ટિકિટની માગ કરી હતી અને સાથે જ સ્થાનિક ક્રિકેટ એસોસિએશને પણ સભ્યો માટે ટિકિટની માગણી કરી હતી. બીસીસીઆઈ માટે આ વાજબી નહીં જણાતા અમદાવાદને આઈપીએલ ફાઈનલની યજમાની સોંપવામાં આવી છે.  જો કે, બોર્ડ દ્વારા લોજિસ્ટિક કારણઓસર કાર્યક્રમમાં ફેરફાર કરાયો હોવાનું જણાવાયું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1.30 લાખથી વધુ પ્રેક્ષકોની ક્ષમતા હોવાથી અમદાવાદમાં ફાઈનલ નિહાળવા ક્રિકેટપ્રેમીઓના ધાડેધાડા ઉતરે તેવી સંભાવના છે. અમદાવાદમાં અગાઉ 2022, 2023 અને 2025માં આઈપીએલ ફાઈનલનું આયોજન થયું હતું અને હવે અહીં ચોથી વખત આઈપીએલ ફાઈનલ યોજાશે જેથી અમદાવાદનું મોદી સ્ટેડિયમ આઈપીએલ ફાઈનલ યોજવાની બાબતમાં સૌથી આગળે રહેશે. 

Panchang

dd