• શુક્રવાર, 15 મે, 2026

કેન્દ્રીય વિદ્યાલયની પ્રાદેશિક તરણ સ્પર્ધામાં ભુજનો છાત્ર બે ઈવેન્ટમાં વિજેતા

ભુજ, તા. 6 : કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અમદાવાદ સંભાગ આયોજિત પ્રાદેશિક ખેલકૂદ પ્રતિયોગિતા હેઠળ `તરણસ્પર્ધા'માં ભુજનો સ્પર્ધક બન્ને ઈવેન્ટમાં પ્રથમ આવ્યો હતો. સુરતમાં અંડર-15 તરણસ્પર્ધામાં ભુજના ભુજ કેન્દ્રીય વિદ્યાલય-1 એ.એફ.એસ.ભુજમાં અભ્યાસ કરતા તીર્થ કૌશિક બુદ્ધભટ્ટી (સોની)એ 100 મીટર ફ્રી સ્ટાઈલ અને 50 મીટર ફ્રી સ્ટાઈલમાં સુંદર દેખાવ કરી જીત મેળવી હતી. આ અગાઉ તીર્થે સી સ્વીમિંગમાં પણ ભાગ લીધેલ છે. માત્ર 5 વર્ષની ઉંમરે હમીરસરમાં પ્રાશિક્ષણ મેળવનાર તીર્થનું સુરત ખાતે સન્માન થયું હતું. ભુજ કેન્દ્રીય વિદ્યાલય-1 એ.એફ.એસ. અને ભુજ મારૂ કંસારા સમાજે તેને બિરદાવ્યો હતો. 

Panchang

dd