• શુક્રવાર, 15 મે, 2026

કચ્છની આઈપીએલ સમી સાંસદ ક્રિકેટ ટૂર્ના.નો આરંભ

ભુજ, તા. 4 : કચ્છની આઈપીએલ સમી સાંસદ ક્રિકેટ ટૂર્નામેન્ટ સિઝન-3ની સફળતા બાદ કચ્છ લોકસભા પરિવાર દ્વારા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ- ભુજના માધ્યમથી ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે-નાઈટ સાંસદ ક્રિકેટ ટૂર્નામેન્ટ સિઝન- 4નો શહેરના જયુબિલી ગ્રાઉન્ડ ખાતે તા.03/05થી આરંભ કરવામાં આવ્યો હતો. 37 દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં 400થી વધુ ટીમ ભાગ લેશે. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, આ ટૂર્નામેન્ટમાં કચ્છ, મોરબી અને માળિયા લોકસભા ક્ષેત્રમાં આવતા ખેલાડીઓ ભાગ લેશે, જેના થકી ક્રિકેટ ક્ષેત્રે ઉભરતા ખેલાડીઓને એક મજબૂત પ્લેટફોર્મ મળી રહેશે. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, આપણા સૌના જીવનમાં રમત એ ખૂબ મહત્ત્વ ધરાવે છે, તેનાથી મનને આનંદ મળવાની સાથે શરીર તંદુરસ્ત રહે છે તથા માનસિક મજબૂતી આપે છે. આ પ્રસંગે તેમણે સાંસદ શ્રી ચાવડા, ખેલાડીઓ અને આયોજનમાં જોડાયેલા સૌને શુભેચ્છા પાઠવી હતી. ક્રિકેટ એ દરેકની મનપસંદ રમત છે. ખેલમાં કોઈ જ્ઞાતિ કે ભેદભાવ નથી હોતા. ખેલાડીઓની આવડત એક માત્ર જ માપાદંડ છે. આવડત હોય તે સારી રીતે રમી શકે છે. દરેક ખેલાડી રમતી વેળાએ કશુંક નવું શીખે છે તેમ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું. જ્યારે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, આ એકમાત્ર એવી ટૂર્નામેન્ટ છે, જે સૌથી લાંબી ચાલનારી સ્પર્ધા છે, જેમાં દરેક સમાજના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધાના આરંભે અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલ્લાસિંહ જાડેજા, અશોક હાથી, આશિકાબેન ભટ્ટ, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીત ઠક્કર, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ અશોક બરાડિયા, કચ્છ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ રામ ગઢવી, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પારૂલબેન કારા, જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ રવિ ગરવાહિતેશ ગોસ્વામી, જિલ્લા પંચાયત સદસ્યા નરેશ થારુ, તાલુકા પંચાયત સદસ્ય ભરત બડગા, જિગર છેડા, ગોકુલ ડાંગર, કાઉન્સિલર રાજેન્દ્રાસિંહ જાડેજા, શીતલભાઇ શાહ, મયંક રૂપારેલ, મનુભા જાડેજા, કમલ ગઢવી, જલધિભાઈ વ્યાસ, પ્રકાશ મહેશ્વરી, વસંત વાઘેલા, ક્રિશ્નાબા જાડેજા, બિનાબેન ભાનુશાલી, ડોલીબેન શાહ, હસ્મીતાબેન ગોર, બિંદિયાબેન ઠક્કર, રીમ્મીબેન ઠક્કર, મનીષાબેન સોલંકી, લક્ષ્મીચંદ ફુફલ, સાવિત્રીબેન જાટ ઉપરાંત ઘનશ્યામ ઠક્કર, વિશાલ ઠક્કર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા. આ ટૂર્નામેન્ટ દરમ્યાન ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ખેલરસિકોને સ્પર્ધા દરમ્યાન ઉપસ્થિત રહેવા સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યું હતું.

Panchang

dd