• શુક્રવાર, 15 મે, 2026

પંજાબ સામેની જીત પછી ગુજરાતના કપ્તાન ગિલનો બલ્લે બલ્લે અંદાજ

અમદાવાદ, તા.4 : અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રવિવારે રાત્રે રમાયેલી મેચમાં મેચમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સનો 1 દડો બાકી રહેતા રોમાંચક વિજય થયો હતો. આખરી ઓવરના પાંચમા દડે વોશિંગ્ટન સુંદરે સ્ટોઇસિના દડામાં સિક્સ ફટકારી ગુજરાતને જીત અપાવી હતી. પંજાબ સામેના વિજયથી ગુજરાત ટાઇટન્સનો કપ્તાન શુભમન ગિલનો જુસ્સો સાતમા આસમને છે. તેણે ફકત પાંચ શબ્દોમાં જીતની ખુશી વ્યક્ત કરીને પંજાબ કિંગ્સ ટીમને ટ્રોલ કરી હતી. ગિલે લખ્યું કે બસ જીતવું છે, આવવા દો. આ સાથે ગિલે એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં તેની સાથે આ મેચમાં ટાઈટન્સ તરફથી મહત્ત્વનું યોગદાન આપનાર બે ખેલાડી સાઇ સુદર્શન અને વોશિંગ્ટન સુંદર પણ જોવા મળે છે.

Panchang

dd