ભુજ, તા. 3 : હિમ્સ- કેપીએલની ચોથી સિઝનની
ચોથા દિવસે રમાયેલી મહત્ત્વપૂર્ણ મેચમાં પૂર્વી લીજેન્ડ્સે 81 રને પ્રભાવી જીત મેળવી કરણીકૃપા
રોયલ્સને હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતાં પૂર્વી લીજેન્ડ્સે દર્શન ઠક્કરના 57, અમિત ગોસ્વામીના 36, અરુણ મહેશ્વરીના 25 અને દર્શન ભીલના 24 રનની મદદથી ત્રણ વિકેટે 159 રન બનાવ્યા હતા. કરણીકૃપા રોયલ્સ
તરફથી નારાણ સંઘાર, યુવરાજસિંહ
અને રાજેશ લેફ્ટીએ એક-એક વિકેટ ઝડપી હતી. લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી કરણીકૃપા રોયલ્સની
ટીમ 13.2 ઓવરમાં 78 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. રાજેન્દ્રસિંહે
25, નારાણ સંઘારે 19 રન બનાવ્યા હતા. પૂર્વી લીજેન્ડ્સ
તરફથી પ્રદીપસિંહ રાઠોડ અને સુરેશ તામિલે ત્રણ-ત્રણ તો તેજપાલ માતંગે બે વિકેટ ઝડપી
હતી. દર્શન ઠક્કરને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો
હતો.