• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

માધાપર ખાતે બે દિવસ રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા

ભુજ, તા. 2 : તાલુકાના માધાપરમાં માસ્ટર્સ એથલેટિક્સ એસોસિયેશન ઓફ ગુજરાત દ્વારા પ્રથમ વખત રાજ્ય કક્ષાની માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે, જે તા. 6 અને 7 ડિસેમ્બરના સર્વોદય રમતગમત સંકુલમાં યોજાશે, જેમાં દરેક જિલ્લામાંથી 30 વર્ષથી 100 વર્ષ સુધીના અંદાજિત 600 ખેલાડી ભાગ લેશે. આ સ્પર્ધામાં કચ્છમિત્ર મીડિયા સહયોગી છે. વર્લ્ડ માસ્ટર્સ એથલેટિક્સ એસોસિયેશન સાથે જોડાયેલા માસ્ટર્સ એથલેટિક્સ એસોસિયેશન ઓફ ગુજરાતના વાઈસ પ્રેસિડેન્ટ વી. એન. પાઠક, સેક્રેટરી ગણેશ જેજરિયા, જોઈન્ટ સેક્રેટરી જે. જે. જુનેજા તથા રાજ્યકક્ષા ચેમ્પિયનશિપ ઈન્વિનસિબલ સ્પોર્ટસ એકેડેમી દ્વારા સ્પર્ધાનું સંચાલન કરાશે. આ સ્પર્ધામાં જે ખેલાડી પસંદગી પામશે, તેમને આગામી 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી કેરેલા ખાતે રમાનારી નેશનલ માસ્ટર્સ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા મળશે, તો પોલ વોલ્ટ અને સ્ટેપલચેસમાં રાષ્ટ્રીય કક્ષાએ સીધી એન્ટ્રી મળશે. માધાપર ખાતેની આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ઈચ્છતા રમતવીરોએ 99135 59009 ઉપર સંપર્ક કરવો. આ સ્પર્ધામાંથી ખેલાડીઓ રાષ્ટ્રીય, એશિયન અને વર્લ્ડ ચેમ્પિયનશિપનો હિસ્સો બની શકે છે. તા. 6-12ના બધા વયજૂથ માટે 400 મી. દોડઊંચો કૂદકો, ભાલાફેંક, 1500 મી. દોડ, ટ્રીપલ જમ્પ, બરછી ફેંક, 200 મી. દોડ અને 5 કિ.મી. વોક, જ્યારે તા. 7-12ના  બધા વયજૂથ માટે 5000 મી. દોડ, લાંબો કૂદકો, ગોળા ફેંક, 100 મી. દોડ, હથોડા ફેંક, 800 મી. દોડ અને હર્ડલ્સ.

Panchang

dd