• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

મેક્સવેલ અને મોઇન અલી આઇપીએલ હરાજીમાંથી હટી ગયા

મુંબઈ, તા.2: ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર મોઇન અલી આઇપીએલ ઓક્શનના હિસ્સા બનશે નહીં. બન્નેએ તેમનાં નામ પાછા ખેંચી લીધાં છે. મેક્સવેલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી આ જાણકારી આપી છે. જો કે તેણે હરાજીનો હિસ્સો ન બનવાનું કારણ આપ્યું નથી જ્યારે મોઇન અલીએ પણ આઇપીએલમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. તે પાકિસ્તાનમાં રમાતી પીએસએલ રમશે. અગાઉ આફ્રિકાના પૂર્વ કપ્તાન ફાફ ડૂ પ્લેસિસે પણ ઓક્શનમાંથી હટી જવાનો નિર્ણય લીધો હતો. તે પણ પીએસએલનો હિસ્સો બનશે. મેક્સવેલે આઇપીએલ 2026ના ઓકશન અગાઉ પંજાબ કિંગ્સ ફ્રેંચાઇઝીએ છૂટો  કરી દીધો હતો. આ વખતે તે અનસોલ્ડ રહે તેવી ઘણી સંભાવના હતી. મેક્સવેલ આઇપીએલમાં જુદી જુદી ટીમ તરફથી કુલ 141 મેચ રમ્યો છે. જેમાં 23.88ની સરેરાશથી અને 1પપથી વધુની સ્ટ્રાઇક રેટથી 2819 રન બનાવ્યા છે. જેમાં 18 અર્ધસદી છે. 41 વિકેટ લીધી છે.

Panchang

dd