• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

પ્રથમ ટેસ્ટના પ્રારંભે વિન્ડિઝ સામે કિવિઝના બેટ્સમેન જામ્યા નહીં

ક્રાઇસ્ટચર્ચ, તા.2: અનુભવી બેટર કેન વિલિયમ્સનની અર્ધસદીની મદદથી પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામેના પ્રથમ ટેસ્ટના પ્રારંભે ન્યુઝીલેન્ડના 70 ઓવરમાં 9 વિકેટે 231 રન થયા હતા. દિવસના આખરી દડે મેટ હેનરી (8) કેમાર રોચનો શિકાર બન્યો હતો. જેકેબ ડફી 4 રને નોટઆઉટ રહ્યો હતો. પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન જામ્યા નહોતા. ન્યુઝીલેન્ડ તરફથી કેન વિલિયમ્સને 102 દડામાં 6 ચોગ્ગાથી બાવન રનની ઇનિંગ્સ રમી હતી. આ સિવાય સાતમા નંબરના માઇકલ બ્રેસવેલે 47 રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું. કેપ્ટન ટોમ લાથમના 24, ટોમ બ્લંડલના 29 અને નાથન સ્મિથના 23 રન હતા. ડવેન કોન્વે ઝીરોમાં આઉટ થયો હતો. રચિન રવીન્દ્ર 3 અને વિલ યંગ 14 રને પાછા ફર્યા હતા. ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરનાર વિન્ડિઝ તરફથી કેમાર રોચ, ઓજી શિલ્ડસ અને જસ્ટિન ગ્રીવ્સે 2-2 વિકેટ લીધી હતી.

Panchang

dd