• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

ઇશાન કિશનના આક્રમક 93 રન : સૌરાષ્ટ્ર સામે ઝારખંડનો વિજય

અમદાવાદ, તા. 2 : મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ટીમને વધુ એક હાર મળી છે. ચાર મેચમાં તેની આ ત્રીજી હાર છે. આથી એલિટ ડી ગ્રુપમાં સૌરાષ્ટ્ર ટીમ સાતમા ક્રમે ફેંકાઇ ગઇ છે. સૌરાષ્ટ્ર સામે ઝારખંડનો 84 રને મહાવિજય થયો હતો. ઝારખંડના 8 વિકેટે 209 રનના જવાબમાં સૌરાષ્ટ્રનો 1પ.1 ઓવરમાં 12પ રનમાં ધબડકો થયો હતો. ઝારખંડ તરફથી કેપ્ટન અને વિકેટકીપર ઇશાન કિશને પ0 દડામાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાથી 93 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. સૌરાષ્ટ્ર તરફથી ચેતન સાકરિયાને 3 વિકેટ મળી હતી. 210 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા સૌરાષ્ટ્ર ટીમ 12પ રન જ કરી શકી હતી. બન્ને ઓપનર હાર્વિક-જય ઝીરોમાં આઉટ થયા હતા. પ્રેરક માંકડે 19 દડામાં 6 ચોગ્ગા-2 છગ્ગા સાથે 39 રન કર્યા હતા. ઝારખંડ તરફથી અનુકુળ રોયે 3 વિકેટ લીધી હતી.

Panchang

dd