ભુજ, તા. 1 : વડાપ્રધાન
નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં `સાંસદ ખેલ મહોત્સવ-2025'નું
આયોજન કરવા આહ્વાન કરાયું છે. જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન
આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત 21 સપ્ટેમ્બરથી જુદી-જુદી સ્પર્ધાઓ યોજાઈ રહી છે. `સાંસદ ખેલ મહોત્સવ-2025'ને
સફળતાપૂર્વક આગળ વધારતા કચ્છ લોકસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ
ચાવડા દ્વારા રવિવારે માંડવી ખાતે સ્પંદન સ્પોર્ટસ એકેડેમી ખાતે ટેબલ ટેનિસ અને ચેસ
સ્પર્ધા યોજાઈ હતી. આ પ્રસંગે વિવિધ સ્પર્ધાનો ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા આરંભ કરાયો હતો
અને સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે
નગરપાલિકાના કાર્યકારી પ્રમુખ જોશનાબેન સેંઘાણી, માંડવી શહેર ભાજપ
પ્રમુખ દર્શન ગોસ્વામી, લાંતિક શાહ, પારસ
સંઘવી, પારસ માલમ, વિજય ચૌહાણ, શહેર ભાજપ મહામંત્રી કમલેશ ગઢવી, મિતેશ મહેતા,
કાશ્મીરાબેન રૂપારેલ, ચેસ કોચ મનાનીભા,
ટીટી કોચ ગૌરવ રાજગોર, કિશનસિંહ જાડેજા,
કાર્યકારી પ્રમુખ તા.પં. માંડવી શિલ્પાબેન નાથાણી ઉપસ્થિત રહ્યા હતા.
સંચાલન લક્ષ્મીશંકરભાઈ જોશી દ્વારા કરાયું હતું.