• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

ગિલ ટી-20શ્રેણીમાં રમશે કે નહીં ? : બે-ત્રણ દિવસમાં ચિત્ર થશે સાફ

મુંબઈ, તા. 1: ભારત અને દ. આફ્રિકા વચ્ચેની પાંચ મેચની ટી-20 શ્રેણીની શરૂઆત નવમી ડિસેમ્બરથી થવાની છે. આ શ્રેણીથી વાપસી કરવા માટે શુભમન ગિલ કમર કસી રહ્યો છે. રીહેબ માટે ગિલ બેંગ્લોર સ્થિત બીસીસીઆઇના સેન્ટર ઓફ એલસીલેંસમાં પહોંચી ગયો છે. ડોકની ઇજાને લીધે ગિલ ટેસ્ટ અને વન ડે શ્રેણી ગુમાવી ચૂક્યો છે. ચંદિગઢમાં પરિવાર સાથે સમય પસાર કર્યા પછી શુભમન ગિલે મુંબઈમાં ફિઝિયોથેરાપી સેશન લીધા હતા. ટી-20 સિરીઝમાં 26 વર્ષીય ગિલની વાપસી થશે કે નહીં તેનું ચિત્ર બુધ કે ગુરુવાર સુધીમાં સાફ થઈ જશે.

Panchang

dd