• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

કોહલી જેવા વિશ્વસ્તરીય બેટધર સેટ થયા પછી બેકાબૂ : યાનસન

રાંચી, તા. 1: દ. આફ્રિકા ઓલરાઉન્ડર માર્કો યાનસને સ્વીકાર્યું કે વિરાટ કોહલી જેવા વિશ્વસ્તરીય બેટ્સમેન એક વખત સેટ થઇ જાય પછી તેમને રોકવા અસંભવ સમાન હોય છે. કોહલીની જીતમાં સૂત્રધાર બનવાની ભૂમિકા અદ્ભુત છે. યાનસને કહ્યું આમ પણ વિશ્વસ્તીરય બેટધરો વિરુદ્ધ બોલિંગ કરવી એક અલગ પડકાર હોય છે. હું હંમેશાં તેમને 10-1પ દડામાં આઉટ કરવાની કોશિશ કરું છું. કારણ કે બાદમાં તેમને રોકવા ઘણા મુશ્કેલ હોય છે. કોહલી આધુનિક ક્રિકેટના મહાન ખેલાડીઓ પૈકિનો એક છે. તેને રમતો જોવા અલગ અનુભવ છે. અમારી બોલિંગ બહુ ખરાબ ન હતી, પણ અમે કોહલી સહિતના ભારતીય બેટધરોને રન કરતા રોકી શકયા નહીં. શરૂઆતમાં અમે બેકફૂટ પર હતા. આમ છતાં સારી વાપસી કરી. માર્કો યાનસને આ મેચમાં 2 વિકેટ લીધી હતી અને 39 દડામાં 8 ચોગ્ગા-3 છગ્ગાથી 70 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી.

Panchang

dd