રાંચી, તા. 30 : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે
ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ રાંચીમાં રચાઈ હતી. આ મેચ દરમિયાન મેદાન ઉપર પગ
મુકતા જ વિરાટ કોહલી અને રોહિત શર્માની જોડીએ ઈતિહાસ રચી દીધો હતો. આ રેકોર્ડ ભારત
માટે એક જોડીના રૂપમાં સૌથી વધારે મેચ રમવાનો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આ યાદીમાં
સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડને પછાડી દીધા છે. સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડે
એક સાથે ભારત માટે 391 મેચ રમ્યા
છે. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માનો આ 392મો મેચ હતો. રોહિત અને વિરાટે એક સાથે પોતાનો પહેલો મેચ 18 ઓગસ્ટ 2008મા રમ્યો હતો. ત્યારથી બન્નેએ
ખુબ રન કર્યા છે અને બન્નેએ મળીને ટીમને જીત પણ અપાવી છે. વધુમાં દક્ષિણ આફ્રિકા સામેની
શ્રેણી રોહિત શર્મા અને વિરાટ કોહલીના વનડે ભવિષ્ય માટે મહત્ત્વની પણ રહેવાની છે. 2027ના વર્લ્ડ કપ અંગે હજી સુધી
ટીમ મેનેજમેન્ટની બન્ને દિગ્ગજ સાથે કોઈ વાત થઈ નથી. હકીકતમાં ટી20 અને ટેસ્ટમાંથી રોહિત અને કોહલી
નિવૃત થયા બાદ ટીમ મેનેજમેન્ટ બન્ને ખેલાડીને આગામી વિશ્વકપ માટે જોઈ રહ્યા નહોતા પણ
ઓસ્ટ્રેલિયા પ્રવાસે રન કરીને ખેલાડીઓએ પોતાની દાવેદારી બતાવી છે. હવે દક્ષિણ આફ્રિકા
સામેની વનડે શ્રેણી પણ સારી રહેશે તો કોહલી અને રોહિતના નામ ઉપર ફરજિયાત વિચાર કરવો
પડશે.