ભુજ, તા. 14 : ચેન્નાઈના નેહરુ સ્ટેડિયમ મુકામે
23મી માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશિપ યોજવામાં
આવી હતી, જેમાં એશિયાના 23 દેશના આશરે 6000 ખેલાડીએ ભાગ લીધો હતો. ભુજના
જુનૈદ જે. જૂનેજા એથલેટિક્સમાં ડિસ્કસ થ્રોમાં ભાગ લેવાની સાથે સાથે ટેકનિકલ અધિકારી
તરીકે ફરજ બજાવવા માટે પણ પસંદ થયા હતા અને સારી કામગીરી કરી પ્રમાણપત્રને પાત્ર બન્યા
હતા. માસ્ટર એથલેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ ધરમવીર ધિલ્લોન, સેક્રેટરી જનરલ ડેવિડ પ્રેમનાથ, સેક્રેટરી વિશ્વનાથ પાઠકે તેમને બિરદાવ્યા હતા. આ પહેલાં કાંતિવરા અને એસએઆઈ
સ્ટેડિયમ બેંગલોર મુકામે ઓલ ઈન્ડિયા માસ્ટર એથલેટિક્સમાં પણ ઓફિસિયલ/ ખેલાડી તરીકે
ભાગ રહી ચૂક્યા છે. ડિસેમ્બર 2025માં રાજ્યકક્ષાની માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશિપ થશે, જેમાં 30 વર્ષથી વધુના લોકો ભાગ લઈ શકશે.
વધુ માહિતી માટે 99135 59009નો
સંપર્ક કરવો.