દોહા, તા. 14 : એશિયા કપ રાઇજિંગ સ્ટાર્સ ટી-20 ટૂર્નામેન્ટના પ્રારંભે યૂએઇ
સામેના મેચમાં 14 વર્ષીય (14 વર્ષ 232 દિવસ) સનસનીખેજ બેટધર વૈભવ
સૂર્યવંશીએ રનની સુનામી સર્જી હતી. તેણે માત્ર 42 દડામાં 11 ચોગ્ગા અને
1પ છગ્ગાથી 144 રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમી
હતી. વૈભવે તેની સદી ફક્ત 32 દડામાં સમાપ્ત
કરી નવો રેકોર્ડ બનાવ્યો હતો. ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી આ ચોથી ઝડપી સદી છે. વૈભવની સદી ઉપરાંત
કપ્તાન જિતેશ શર્માના 32 દડામાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાથી અણનમ 83 રનથી યૂએઇના તમામ બોલરોની ધોલાઇ
કરીને ભારતીય એ ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 297 રન ખડકયાં હતા. જવાબમાં યુએઇ સાત વિકેટે 149 રન સુધી સીમિત રહ્યું હતું
અને ભારત `એ'નો 148 રને વિજય
થયો હતો.વૈભવ સૂર્યવંશીએ શરૂઆતથી જ જોરદાર ફટકાબાજી કરી હતી. તેણે અર્ધસદી 17 દડામાં પૂરી કરી હતી. તેના
અને નમન ધીર (34) વચ્ચે બીજી વિકેટમાં પ6 દડામાં 163 રનની ધૂંઆધાર ભાગીદારી થઇ હતી. પ્રિયાંશ આર્ય 10, નેહલ વડેરા 14 રને આઉટ થયા હતા. ટી-20 ફોર્મેટમાં ભારત તરફથી સૌથી
ઝડપી સદીનો રેકોર્ડ ગુજરાત ટીમના ઉર્વિલ પટેલના નામે છે. તેણે 28 દડામાં સદી બનાવી હતી.