ઢાકા, તા.14 : ભારતીય પુરુષ રિકર્વ ટીમે શાનદાર
દેખાવ કરીને એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપમાં 18 વર્ષનો દુકાળ સમાપ્ત કરીને સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ભારતીય
ટીમ આજે ફાઇનલમાં દ. કોરિયાની ટીમને શૂટઆઉટમાં હાર આપી ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો.
યશદીપ ભોગે, અતનુ દાસ અને રાહુલની ત્રિપુટીએ
ફાઇનલમાં 2-4થી પાછળ રહ્યા
બાદ વાપસી કરી હતી કોરિયન ટીમ સામે ટાઇ પછી પ-4થી યાદગાર જીત મેળવ્યો હતો. એશિયન આર્ચરી ચેમ્પિયનશિપમાં ભારતીય
પુરુષ રિકર્વ ટીમે 2009 પછી પહેલીવાર
ગોલ્ડ મેડલ પર નિશાન તાંક્યું છે.