કોલકાતા, તા. 11 : ભારત અને ડબ્લ્યૂસીએ ચેમ્પિયન
દ. આફ્રિકા વચ્ચેની બે ટેસ્ટ મેચની શ્રેણીનો અહીંના ઇડન ગાર્ડન સ્ટેડિયમ પર શુક્રવારથી
પ્રારંભ થશે. પણ પીચ કેવી રહેશે તે હજી સ્પષ્ટ નથી. ભારત આવનારી વિદેશી ટીમો માટે અહીંની
ટર્નિંગ પિચો હંમેશાં રહસ્યમયી રહી છે. જેના પર ભારતીય સ્પિનરો વિરુદ્ધ રમવું દરેક
ટીમના બેટધર માટે કઠિન હોય છે. મોટાભાગે ભારતીય ટીમ મેનેજમેન્ટ જે-તે લોકલ કયૂરેટર
પાસે સ્પિન ટ્રેકની માંગ કરે છે. જો કે, હાલ ઇડન ગાર્ડન પર ઘાસવાળી પીચ જોવા મળે છે. પીચ પર ઘાસ કપાઇ રહ્યું છે. ટીમ
ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આજે પીચનું નિરીક્ષણ કર્યું હતું. એ પછીથી સતત સવાલ
થઇ રહ્યો છે કે ઇડન ગાર્ડનની પીચ ટર્નિંગ હશે કે ઉછાળવાળી હશે. કોલકાતાના પીચ વિશે
સૌરવ ગાંગુલીએ કહ્યંy છે કે, પીચ એકદમ સારી છે અને ટેસ્ટ ક્રિકેટ માટે યોગ્ય
છે. તે ટર્નિંગ હશે કે ઉછાળવાળી હશે તે અત્યારે કહી શકાય નહીં. બીજીતરફ ઇડન ગાર્ડનના
કયૂરેટર સુજાન મુખર્જીએ દાવો કર્યો છે કે પીચ એકદમ સ્પોર્ટિંગ એટલે કે બેટર અને બોલર
બંનેને મદદ કરે તેવી હશે. જો કે સ્પિનર વધુ ફાયદામાં રહેશે. ત્રીજા દિવસથી પીચમાંથી
ટર્ન મળી શકે છે. જો કે મેચની સવારે જ ખબર પડશે કે પીચનો મિજાજ કેવો રહેશે. આ સિઝનમાં
ઇડન ગાર્ડન પર બે રણજી ટ્રોફી મેચ રમાઇ છે. જે દરમિયાન પીચ ધીમી જોવા મળી છે. જેના
પર ઝડપી બોલરોને ઓછી મદદ મળી હતી. આથી બન્ને ટીમની ઇલેવનમાં બે કે ત્રણ સ્પિનર જોવા
મળી શકે છે. - કાળી માટીની પીચ, પણ સપાટ નહીં : કોલકાતા, તા. 11 : ઇડન ગાર્ડનની પીચ પર રિવર્સ
સ્વિંગ મહત્ત્વની ભૂમિકામાં હશે કારણ કે ઝડપી બોલરોને ઉછાળ મળી શકે છે. અહીં લગભગ 6 વર્ષ પછી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. અહીંની
પીચ કાળી માટીની છે. મેચ વખતે બે મિલિમીટર ઘાસ હશે. આમ છતાં દિલ્હી જેવી કોલકતાની પીચ
સપાટ નહીં હોય. કોલકતામાં સવાર-સાંજ ઠંડક રહેશે આથી સીમ બોલર્સને વધુ મદદ મળશે.