ભુજ, તા. 10 : રમત-ગમત
પ્રવૃત્તિ વિભાગ- ગાંધીનગર દ્વારા અમદાવાદ
ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની જૂડો સ્પર્ધામાં કચ્છનું પ્રતિનિધિત્વ કરનારી ભુજના
સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની છાત્રાઓએ વિવિધ ચંદ્રકો પ્રાપ્ત કર્યા હતા.
ટીમમાં અન્ડર-19 વિભાગમાં હાલાઈ તાન્યાએ 78 કિ.ગ્રા. ઉપરના વજન ગ્રુપમાં
રજતચંદ્રક, અન્ડર-17 વિભાગમાં
લીંબાણી લક્ષીએ 40 કિ.ગ્રા.,
વાઘડિયા ભાવિકાએ 70 કિ.ગ્રા. અને અન્ડર-19 વિભાગમાં
સેંઘાણી મૈત્રીએ 70 કિ.ગ્રા. વજન ગ્રુપમાં કાંસ્યચંદ્રક મેળવ્યા હતા.
વિદ્યાર્થિનીઓની સિદ્ધિને ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સહિત સમસ્ત સાંખ્યયોગી બહેનોએ આશીર્વાદ પાઠવ્યા
હતા, તો મંદિરના ટ્રસ્ટી મંડળ, સંસ્થાના
પ્રમુખ રામજીભાઈ વેકરિયા, મંત્રી પ્રવીણભાઈ પીંડોરિયા,
સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન
પીંડોરિયા, કોચ રશ્મિતાબેન, સમગ્ર
સ્ટાફ સહિત દેશ-વિદેશના હરિભક્તોએ સંસ્થા અને કચ્છને ગૌરવ અપાવવા બદલ અભિનંદન
આપ્યા હતા.