• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ભુજ જીમખાનાના અયાઝનું રાજ્યના ટોચના આઠમાં સ્થાન

ભુજ, તા. 10 :  સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એસ.જી.એફ.આઈ.) અંતર્ગત શાળાકીય લોન ટેનિસ સ્પર્ધા અમદાવાદ ખાતે રમાઈ હતી, જેમાં અન્ડર-17 વયજૂથમાં જિલ્લા સ્પર્ધામાં બીજા સ્થાને આવેલ ભુજ જીમખાનાના અયાઝ મેમણ રાજ્યકક્ષાએ જિલ્લાની ટીમમાં પસંદગી પામ્યા હતા.   આંતર જિલ્લા સ્પર્ધામાં સમગ્ર રાજ્યના ખેલાડીઓ સાથે સિંગલ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા રાજ્યના ટોચના આઠ ખેલાડીમાં સ્થાન મેળવ્યું હતું અને આગામી દિવસોમાં ફરીથી અમદાવાદ ખાતે યોજાનાર પ્રિ-નેશનલ કેમ્પમાં ભાગ લેશે. આ સિદ્ધિ શાળાકીય પરિવાર તથા ભુજ જીમખાનાના હોદ્દેદારોએ બિરદાવી હતી. અયાઝ મેમણ ભુજ જીમખાના મધ્યે કોચ ઝુબીન ઠક્કર પાસેથી લાંબા સમયથી કોચિંગ મેળવે છે. ભુજ જીમખાનાના પ્રમુખ બહાદૂરસિંહ જાડેજા, ઉ.પ્ર. નવલસિંહ જાડેજા, મંત્રી મહિપતસિંહ રાઠોડ, ટેનિસ મંત્રી કિશન વરૂ તથા ઈન્ડોર મંત્રી રાજુ ભાવસારે સફળતા વધાવી હતી.

Panchang

dd