• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

આજથી જાપાન ઓપન : લક્ષ્ય સેન અને પ્રણયની નજર ફોર્મ વાપસી પર

કુમામોટો (જાપાન), તા. 10 : ભારતીય શટલર એચએસ પ્રણય અને લક્ષ્ય સેન મંગળવારથી શરૂ થઇ રહેલ જાપાન માસ્ટર્સ સુપર પ00 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પોતાનું ફોર્મ હાંસલ કરવાની કોશિશ કરશે. લક્ષ્ય સેન વર્તમાન સિઝનમાં અપેક્ષાકૃત દેખાવ કરી શકયો નથી. ટૂર્નામેન્ટમાં તેને સાતમો ક્રમ અપાયો છે. 24 વર્ષીય લક્ષ્ય સેન પહેલા રાઉન્ડમાં જાપાનના ખેલાડી કોકી વતનબે સામે ટકરાશે. જયારે એક મહિના પછી કોર્ટમાં વાપસી કરી રહેલ એચએસ પ્રણય પહેલા રાઉન્ડમાં મલેશિયાના જૂન હાઓ લિયોંગના પડકારનો સામનો કરશે. અમેરિકી ઓપન વિજેતા આયુષ શેટ્ટી પહેલા રાઉન્ડમાં થાઇલેન્ડના ખેલાડી અને ટોચના ક્રમના કલુનલાવુત વિરુદ્ધ ટકરાશે. મહિલા સિંગલ્સમાં પી. વી. સિંધુ રમવાની નથી. તે ફિટનેસની સમસ્યાને લીધે બાકીની સિઝનની બહાર થઇ ચૂકી છે.

Panchang

dd